ગુજરાતમાં પુત્રી જન્મદર વધી 955: છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો

દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો હતો. કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના…

દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો હતો.

કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કરવામાં આવેલા અનેક નવીન પહેલના પરિણામે રાજ્યમાં ક્ધયાઓના નામાંકન દરમાં વધારો તથા ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. સરકારના અવીરત પ્રયત્નો થકી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં 33 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ક્ધયાઓનો નામાંકન દર વર્ષ 2002-03માં 66.83% હતો, જે વધીને વર્ષ 2022-23માં 99.81% થયો છે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ક્ધયાઓના શિક્ષણનું મહત્વને સમજી ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન યોજના દ્વારા ડ્રોપ આઉટ કરેલી દીકરીઓના કાઉન્સેલીંગ કરી તેમને પડતી સમસ્યાઓ દૂર કરી તેમને ફરીથી શાળાએ આવવા માટે પ્રેરીત કરવામાં આવે છે.

દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ 2008થી 24 જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન-પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ દિવસ ઉજવાય છે. આ દિવસ માત્ર એક વાર્ષિક ઉજવણી નથી, પરંતુ આનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને આગળ વધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *