શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ

શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…

શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા કારખાનેદારે બુધવારની રજામાં કારખાનામાં જુગાર ક્લબ શરૂ કરી હતી. જે અંગેની બાતમી એલસીબીને મળતા દરોડો પાડ્યો હતો.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલા જય સરદાર એન્જીનીયરીંગ કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઉર્જા ઈન્ડસ્ટ્રીઝ એરિયા નંબર-8માં આવેલા જય સરદાર એન્જીનીયરીંગ કારખાનામાં એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા કારખાનાના માલીક શાપર રહેતા સંકેત વાઘજીભાઈ ખુંટ તથા રાજકોટના બાપાસીતારામ ચોક ગ્રીન પાર્કમાં રહેતા હાર્દિક ભૂપતભાઈ કાકડિયા, ઈન્દિરા સર્કલ પાસે પાર્થ ટાવરમાં છઠ્ઠા માળે રહેતા દિપક મગનભાઈ વસાણી, આદર્શ સોસાયટી શાપરમાં રહેતા અને ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરતા વેપારી ગૌતમ વિનોદભાઈ વોરા, કાલાવડના નિકાવા ગામના રાઘવજીભાઈ હરજીભાઈ ત્રાડા, શાપરના પીપળિયા રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વિપુલભાઈ મનસુખભાઈ વોરા, મોટાવડા ગામના મુકેશ દિનેશ રાઠોડની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સાથે ઈનોવા, ક્રેટા સહિતના વાહનો મળી રૂા. 34.96 લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો હતો.

જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે તેમની ટીમના પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, રોહિતભાઈ, એએસઆઈ રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ, વકારભાઈ આરબ, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *