પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી   જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…

એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી

 

જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર લઈને પંચવટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી ધર્મેશ મુકેશભાઈ ગંગેરા અને તેના પિતા મુકેશભાઈ વગેરે અન્ય કાર લઈને પાછળથી આવતા હતા, અને પાછળથી ઠોકર મારી દીધી હતી.

જે અકસ્માતના કારણે અજયસિંહ પવાર પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા, અને પોતાની કારને ઠોકર મારી નુકસાની સંબંધે વાત કરવા જતાં ધર્મેશ અને તેના પિતા મુકેશ તેમજ તેની સાથે આવેલો અન્ય એક અજાણ્યો શખ્સ વગેરે ત્રણેય ઉશ્કેરાયા હતા, અને માર મારી ગાળો ભાંડી હતી, અને એસ્ટ્રોસિટીના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ત્રણેય ભાગી છૂટ્યા હતા.

જે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજયસિંહ રાજપુત દ્વારા પિતા પુત્ર સહિત ત્રણેય સામે હુમલા અને ધાક્ધમકી અંગેની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *