વકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયા

દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ…

દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.સાથે-સાથ પોલીસે દુકાનો પરત પણ અપાવી છે.દાણાપીઠ મેઈન રોડ પર વકફ બોર્ડની દુકાન ધરાવતાં વિરેન્દ્રભાઈ કોટેચાએ તેની અને બીજા ભાડુઆતની દુકાન બળજબરીથી ખાલી કરાવવા અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ઉહાપોહ મચી ગયો હતો.એ- ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ તેમજ ડિસ્ટાફના પીએસઆઈ રાણા અને એએસઆઈ લુવા સહિતના સ્ટાફે કુલ નવ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસે દુકાનો નિયમ વિરૂૂધ્ધ જઈ બળજબરીથી ખાલી કરાવાઈ હોવાથી ભાડુઆતોને દુકાનનો કબજો પરત અપાવ્યો છે. સાથો-સાથ દુકાનો ખાલી કરાવવા અંગે નોંધાયેલા ગુનામાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં મુખ્ય આરોપી ફારૂૂકભાઈ ઉપરાંત જાકીર હબી બભાઈ મુસાણી, ગફાર સતા2 ભાઈ અલાણી, ઈરફાન અબ્દુલભાઈ સોલંકી, ફરીદ તૈયબભાઈ શીકાર, યુનુસ હાજીભાઈ મુસાણી, અમીન મહેમુદભાઈ ચૌહાણ અને ઈકબાલ કમાલભાઈ સેતાનો સમાવેશ થાય છે.બાકીના એક આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *