ધ્રોલમાં ખુલ્લી તલવાર સાથે ત્રણ શખ્સોની ધમાલ

જામનગર જિલ્લાના ધ્રોલમાં લંઘા શેરીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા ત્રણ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને…

જામનગર જિલ્લાના ધ્રોલમાં લંઘા શેરીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા ત્રણ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને ત્રણેય સામે ગુનો નોંધાયો છે.

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે રાત્રે લંઘા શેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન અક્રમ ઈશાભાઈ વાઘેર, અમન જાફરભાઈ વાઘેર, તેમજ ઈરફાન હારુનભાઈ વાઘેર કે જેઓ ત્રણેય જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળેલા જોવા મળ્યા હતા.

જે ત્રણેયની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ગેરકાયદે હથિયારો કબજે કરી લઇ તેઓની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *