વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ

  જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…

 

જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી

જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વ્હોરા કારખાનેદારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને બે લુટારુઓ ઘુસ્યા હતા, અને પ્રૌઢ મહિલા ને મુઢ માર મારી મોઢે ડુચો દઇ ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનુ વગેરે સહિત રૂૂપિયા 14 લાખની માલમતા ની લૂંટ ચલાવી ગયા હતા.

બંને લૂંટારોએ ઉપરના માળે રહેલા પ્રૌઢ મહિલાના પુત્ર વધુ તેમજ પૌત્ર ને છરીની અણીએ ધમકી આપી મારકુટ કરી હતી, જેમાં ત્રણ વર્ષનો બાળક લોહી લુહાણ બન્યો હતો. સમગ્ર મામલો પોલીસમાં મથકે પહોંચ્યા પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કરી નાકાબંધી કર્યા બાદ બે લૂંટારુઓને વહેલી સવારે પોરબંદર પંથકમાંથી ઝડપી લીધા છે, અને ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા દાઉદી વ્હોરા કે જેઓ ગઈકાલે પોતાના કામસર બહાર ગામ ગયા હતા, ત્યારે તેમના પુત્ર અબ્બાસ ભાઈ મુસ્તફા કે જેઓ બ્રાસપાર્ટના કારખાને ગયા હતા. દરમિયાન બપોરે 12.00 વાગ્યા ને 20 મિનિટે તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા, અને ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈ ના પત્ની ફરીદાબેન (ઉ.વ. 58) ને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઇ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી. ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી લીધી હતી,જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી એક લાખ રૂૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બીસ્કીટ અને અન્ય નાના-મોટા સોના ના ઘરેણાંઓ વગેરે સહિત 14 લાખની લૂંટ ચલાવી હતી. એક લૂંટારો પ્રૌઢ મહિલા ને પકડીને ઉભો હતો, જ્યારે બીજો લૂંટારો તિજોરીમાંથી લુંટ ચલાવતો હતો. ત્યારબાદ ઉપરના માળે તપાસ કરતાં ફરીદાબેન ના પુત્રવધુ ફાતેમાબેન (32) પોતાના પુત્ર બુરહાન (ઉંમર ત્રણ વર્ષ) સાથે હાજર હતી.

જે બંનેને પણ છરી ની અણીએ ધમકી આપી મોઢે ડૂચા દઈ દીધા હતા, અને મારફૂટ કરી હતી. જેમાં ત્રણ વર્ષના બાળકને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બંને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં ભારે દોડધામ થઈ હતીઝ અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરીદાબેને જાણ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ની મદદથી ચો તરફ નાકાબંધી કરીને શોધખોળ શરૂૂ કરી હતી. જેમાં પોલીસને ધ્યાનમાં આવ્યું હતું, કે બે લૂંટારુઓ બાઈકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે, જેથી જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ સી.ટી. ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટુકડીએ તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો હતો, અને બે લૂંટારોની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા હતા, અને ગણતરીના કલાકો મા લૂંટના બનાવ નો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે બંને આરોપીઓની હાલ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

 

પોલીસે સીસીટીવી કેમેરા જોઈને લૂંટારોઓને શોધી કાઢ્યા
લૂંટની ઘટના નો મામલો પોલીસ સુધી પહોંચ્યા પછી જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી, તેમજ વ્હોરા પરિવારના બંગલા નજીકના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તેમજ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના સીસીટીવી કેમેરા વગેરે 25થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કરી લેવાયા હતા.જેમાં જામનગર શહેરની મોટાભાગની પોલીસની ટુકડીઓ કામે લાગી હતી, અને આખરે લૂંટારુઓ ને પકડવામાં સફળતા મેળવી લીધી હતી. બંને લૂંટારુઓ બાઈકમાં આવ્યા હતા, અને ફરીથી બાઇકમાં જ પોરબંદર તરફ ભાગ્યા હોવાથી તપાસનો દોર ત્યાં સુધી લંબાવીને રોકડ અને સોનુ સગેવગે કરે તે પહેલાં જ બંનેને દબોચી લીધા હતા, અને લુંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

બંગલામાં ઘૂસેલા બન્ને લૂંટારુઓએ 20 મિનિટ સુધી આતંક મચાવ્યો
જામનગરમાં તરમામદ સોસાયટીમાં આવેલા વ્હોરા પરિવારના નુરૂૂબી નામના બંગલામાં બે લૂંટાતુઓ 12 વાગ્યા ને 20 મિનિટે અંદર ઘુસ્યા હતા, અને 12.40 સુધી અંદર રોકાયા હતા, અને બંને લૂંટારુઓએ 20 મિનિટ સુધી વ્હોરા પરિવાર ની સાસુ વહુ તેમજ ત્રણ વર્ષના બાળકને મારકુટ કરી ખૂબ જ ત્રાસ આપ્યો હતો, અને 20 મિનીટ સુધી આતંક મચાવ્યો હતો. અને ખૂબ જ ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.જેમાં બંને મહિલાઓ અને ત્રણ વર્ષનો બાળક એકદમ ગભરાઈ ગયા હતા, અને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને સારવાર લેવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *