રાજકોટ શહેરના મોરબી રોડ પર જુના સીટી સ્ટેશન પાસે પોલીસમા કરેલી અગાઉની ફરીયાદમા સમાધાન કરવાનુ કહી અને ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહી યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો આ ઘટનામા પોલીસે ચારેય વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ મોરબી રોડ પર સોહમ નગરમા રહેતા અને જુના ટાયરનો વેપાર કરતા પ્રકાશ ભરતભાઇ સાગઠીયા નામના યુવાને પોતાની ફરીયાદમા સાજીક ઉર્ફે સાજુ ઓસમાણભાઇ બાવંકા, ફિરોજ ઉર્ફે ગણેહ જમાલ બાવંકા, યુસુફ ઉર્ફે બેગડ જમાલભાઇ બાવંકા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા તેમને પકડવા તજવીજ શરૂ કરી છે. ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે જુના મોરબી રોડ પર ઓવરબ્રીજ પાસે જુના ટાયર લે વેચનો ધંધો કરે છે. ગઇકાલે બપોરના અઢી વાગ્યાના સમયે એકટીવા લઇ કૌટુંબીક કાકા હંસરાજભાઇની મોરબી રોડ જુના સ્ટેશન રોડ પર દુકાન આવી છે.
ત્યા જતો હતો ત્યારે સાજુ ગણેશ અને બેગડ સહીત 4 શખ્સો ત્યા ધસી આવ્યા હતા અને તેઓએ અગાઉ કરેલી ફરીયાદ પાછી ખેચી લેવાની કહી અને સમાધાન કરી લેવાનુ કહી તલવાર, છરી વડે પ્રકાશ પર હુમલો કર્યો હતો અને તેમને બાઇક પરથી નીચે પાડી દીધો હતો. ત્યાર બાદ ત્રણ આરોપીઓએ તેમને રસ્તા પર ઢસડતા પ્રકાશને શરીરે છોલ છાલ જેવી ઇજા થઇ હતી ત્યારબાદ તેમને બેભાન હાલતમા 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા આરોપી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.