બેડેશ્વરમાં ગોડાઉનમાંથી 40 હજારના પિત્તળના ભંગારની ચોરી

સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને…

સીસીટીવી કેમેરા પર કપડુ ઢાંકી ચોરીને અંજામ આપ્યો

જામનગર ના બેડેશ્વર વિસ્તાર માં આવેલા એક ગોડાઉન માં ગયા સોમવાર ની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને સીસીટીવી પર કપડુ ઢાંકી રૂૂ.40 હજાર ના કીમત નાં પિત્તળ ભંગાર ની ચોરી કરી લઈ ગયા હતા.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા આશુતોષ પેટ્રોલપંપ પાસે શ્રીજી શીપીંગ કંપનીના ગોડાઉનમાં ગત સોમવાર ની રાત્રિના બે વાગ્યા થી સવારના ચાર વાગ્યા દરમિયાન ગોડાઉન નાં પાછળ ના ભાગે થી કોઈ તસ્કર અંદર પ્રવેશ્યા હતા

આ તસ્કરે સીસીટીવી કેમેરા પર કપડુ રાખી દીધા પછી પ્લાસ્ટિકના બેરલમાં રાખવામાં આવેલા અંદાજે રુ. 40 હજાર ની કિંમતના પિત્તળના ભંગારની ચોરી કરી લીધી હતી. તે ચોરીની જાણ થતાં આ કંપનીના કર્મચારી ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *