ઉપલેટા બાદ ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુ

ગઈકાલે ઉપલેટાના હાડફોડી ગામે કલેક્ટર તંત્ર દ્વારા આશરે 1000 વિઘા જેટલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા બાદ મોડી સાંજે ધોરાજીમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું…

ગઈકાલે ઉપલેટાના હાડફોડી ગામે કલેક્ટર તંત્ર દ્વારા આશરે 1000 વિઘા જેટલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા બાદ મોડી સાંજે ધોરાજીમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યુ હતું અને જૂનાગઢ રોડ પરથી અલગ અલગ વિસ્તારોમાં 30 લાખ જેટલી કિંમતની જમીન ખુલ્લી કરાવી હતી.

ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા જુનાગઢ રોડથી પાવર હાઉસ તરફ જતો રસ્તો તથા આંબાવાડી વિસ્તારના જુદાજુદા રસ્તાઓ ઉપર કુલ-20 (વીસ) આસામીઓ દ્વારા તેઓની મિલકત બહાર જાહેર રસ્તા પર ગેરકાયદેસર કરેલ બાંધકામ અંદાજીત 2 (બે) હજાર વાર રસ્તાઓના દબાણ જેની અંદાજીત જમીનની કિંમત રૂૂમ.30,00,000/- ના દબાણો પ્રાંત અધિકારીશ્રી ધોરાજી, શ્રી નાગાજણ એમ. તરખાલાના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *