રાજકોટ શહેરના ઘરઘંટીના વેપારી પાસેથી મુંબઇના શખ્સે 77 હજારની 7 ઘરઘંટી મંગાવી હતી. આ મામલે પૈસા આપવામા પીપલાણાનો શખ્સ મધ્યસ્થી બન્યો હતો. આ ઘટનામા મુંબઇના વેપારીએ અને પીપલાણાના શખ્સે પૈસા ન ચુકવતા પોલીસમા છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટનામા મવડી પ્લોટ પાસે કૃષ્ણનગરમા રહેતા મનોજભાઇ રતીભાઇ ગજજર (ઉ.વ. 4પ) નામના વેપારીએ મુંબઇના સુશીલભાઇ અને પીપલાણાના પ્રકાશભાઇ વોરાનુ નામ આપતા તેમની સામે 77 હજારની 7 ઘરઘંટીના પૈસા નહી આપી છેતરપીંડી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટનામા મનોજભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગોંડલ રોડ મારૂતિ ઇન્ડ. એરીયા પટેલ ક્ધયા છાત્રાલય પાછળ ભગવતી મેન્યુફેકચરીંગ ઘરઘંટી નામે ધંધો કરે છે. તા. ર/9 ના રોજ તેઓ કારખાને હતા ત્યારે તેમના મોબાઇલ નંબર પર સુશીલભાઇનો કોલ આવ્યો હતો અને વાત કરી હતી કે તેઓ મુંબઇમા અંબીકા એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવે છે. તેમજ તેઓએ મુંબઇમા ઘરઘંટી વેચવાનો વેપાર કરતો હોવાનુ જણાવ્યુ હતુ જેથી સુશીલભાઇએ પોતાના કારખાનામાથી ઘરઘંટીના ફોટા અને વીજીટીંગ કાર્ડ મનોજભાઇને મોકલ્યા હતા. બાદમા સુશીલભાઇએ 7 ઘરઘંટીનો ઓર્ડર આપ્યો હતો અને પૈસાનુ જણાવતા તેઓએ કહયુ કે ઓર્ડર પહોંચ્યાના 8 દિવસ બાદ પેમેન્ટ મોકલાવી આપીશ. જેથી મનોજભાઇએ ઓર્ડર મોકલવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ સુશીલભાઇએ રાજકોટના પીપલાણા ગામે રહેતા પ્રકાશ વોરાની ઓળખાણ આપી હતી. પોતે તેમની પાસેથી માલ મગાવે છે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ પ્રકાશભાઇનો મનોજભાઇ પર કોલ આવ્યો હતો અને 7 ઘરઘંટી મુંબઇના વેપારી સુશીલભાઇને મોકલાવવાની વાત કરી હતી. તેમજ મનોજભાઇએ ઘરઘંટી મોકલવાની ના પાડી દેતા પ્રકાશભાઇએ વિશ્ર્વાસ અપાવ્યો હતો કે સુશીલભાઇ પૈસા ન આપે તો પોતે આપી દેશે જેથી મનોજભાઇએ વિશ્ર્વાસમા આવી 7 ઘરઘંટી મુંબઇ મોકલાવી હતી. જેના પૈસા 77880 સુશીલ ન આપતા અને પીપલાણાના પ્રકાશભાઇને વાત કરતા તેણે પણ જવાબ આપ્યો ન હતો. છેવટે તેઓએ પોલીસમા બંને વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
