LCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલી

60 લાખનો તોડકાંડ, શ્રોફના નાણાંની હેરાફેરી સહિતના વહીવટ નડી ગયા, અંતે ઈઙએ ત્રીજું નેત્ર ખોલ્યું શહેરમાં પીઆઈ અને પીએસઆઈની આંતરીક બદલીમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર…

60 લાખનો તોડકાંડ, શ્રોફના નાણાંની હેરાફેરી સહિતના વહીવટ નડી ગયા, અંતે ઈઙએ ત્રીજું નેત્ર ખોલ્યું

શહેરમાં પીઆઈ અને પીએસઆઈની આંતરીક બદલીમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હુકમ કર્યા છે. સાથે સાથે તોડકાંડ સહિતના અમુક બાબતોમાં વિવાદમાં આવેલા એલસીબી, એસઓજી અને પ્રનગર ડીસ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની પણ બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનરને મળેલી ફરિયાદના આધારે બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાકને હેડક્વાર્ટરમાં પણ મોકલી દેવામમાં આવ્યા છે. હજુ પણ વિવાદમાં આવેલા પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો આગામી દિવસોમાં થનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ ંછે.


ભુતકાળમાં વિવાદના કારણે ગુજરાતભરમાં ચર્ચામાં આવેલ રાજકોટ પોલીસના પૂર્વ પોલીસ કમિશનરની બદલી બાદ રાજકોટમાં તોડકાંડ જાણે શાંત થવાનું નામ લેતું નથી. પોલીસ અધિકારીઓ અને પૂર્વ પીઆઈ સહિતના અધિકારીઓ સામે જે રીતે કડક પગલા ભરવામાં આવ્યા હોવા છતાં રાજકોટ પોલીસના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ જાણે અધિકારીઓનો કોઈ ડર જ ન હોય તે રીતે કામ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સાત પીઆઈ અને બે પીએસઆઈની આંતરીક બદલીના હુકમ કર્યા સાથે સાથે સાત જેટલા કોન્સ્ટેબલોની બદલી પણ કરવામાં આવી છે. એલસીબી, એસઓજી અને પ્રનગર પોલીસ મથકના ડી સ્ટાફના વિવાદીત પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ થયા છે. આ બદલી પાછળ કેટલીક વિવાદાસ્પદ પ્રવૃતિ કારણભૂત છે જેમાં 60 લાખના તોડકાંડ તેમજ શ્ર્રોફના નાણાની હેરાફેરી સહિતના વહીવટ અંગેની ફરિયાદો પોલીસ કમિશનરને મળતા અંતે સીપી બ્રજેશ કુમાર ઝા એ ત્રિજુ નેત્ર ખોલી અને આકરી કાર્યવાહી કરી છે.


તાજેતરમાં શહેરના મધ્ય આવેલા એક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા જીએસટી મામલે મોટો વહીવટ કરી 60 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જે બાબતે અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા એક પીઆઈની મધ્યસ્થિથી મામલો થાળે પડ્યો હતો. આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનર સુધી મળી હતી. તેમજ મહત્વની બ્રાંચમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલ કે જેઓ શ્રોપના નાણાની હેરાફેરીના વિવાદમાં આવી ચુક્યા છે. મહત્વની બ્રાંચ દ્વારા શ્રોપ પેઢીના નાણાની હેરાફેરી મામલે તપાસમાં ગોઠવેલા છટકામાં રૂપિયા લેવા માટે એક બ્રાંચના કોનસ્ટેબલ પ્રગટ થયા હતાં જેને જોઈને મહત્વની બ્રાંચનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. આ મામલે પોલીસ કમિશનર સમક્ષ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો.


જે સાત પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે તેમાં પ્રમનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કનુભાઈ ભમ્મરને ટ્રાફિક, વિમલભાઈ ધાણજાને ટ્રાફિક, જયેન્દ્રસિંહ પરમારને હેડ ક્વાર્ટર જ્યારે ઈમરાન ચુડાસમાને થોરાળા મુકવામાં આવ્યા છે. તેમજ એલસીબી ઝોન-1ના જીતુભા ઝાલાને હેડક્વાર્ટર, વિજુભાને યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમજ એસઓજીના જિજ્ઞેશ અમરેલિયાને યુનિવર્સિટી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. કોઈ કારણસર વિવાદમાં આવેલા તમામની અચાનક બદલી કરવામાં આવી છે.

શહેરના 7 PI અને 2PSIની આંતરિક બદલી
શહેરના પોલીસબેડામાં બદલીનો ધમધમાટ શરૂૂ થયો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના અલગ અલગ પોલીસ મથકના 7 પીઆઈ અને બે પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. જેમાં ક્રાઈમ બ્રાંચમાં ત્રીજા પી.આઈની નિમણૂંક કરવામાં જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના સી.એસ. જાદવને ક્રાઈમ બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ચાર પી.આઈનું મહેકમ કરવામાં આવ્યું છે. પી.આઈ તરીકે એમ.ઓ.બી. પીઆઈ એસ.ડી.ગીલવાની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને એમઓબીમાં પીઆઇ તરીકે લીવ રિઝર્વમાં રહેલા જી.આર. ચૌહાણને મુકવામાં આવ્યા છે. આર્થિક ગુના નિવારણ સેલમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.જે. કરપડાને મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ તરીકે લીવ રિઝર્વનાં એસ.આર. મેઘાણીની બદલી કરવામાં આવી છે. જ્યારે પ્રદ્યુમનનગરનાં પી.આઈ બી.એમ.ઝનકાંતને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં મુકવામાં આવ્યા છે તેમના સ્થાને પ્રદ્યુમનનગરનાં પી.આઈ તરીકે લીવ રિઝર્વનાં વી.આર. વસાવાને મુકવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ કમિશ્નર દ્વારા બે પીએસઆઈની પણ અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગરની પ્રદ્યુમનનગર પોલીસ બદલી મથકમાં કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને પ્રદ્યુમનનગર પીએસઆઈ બી.બી.ચુડાસમાને એલસીબી ઝોન-1માં મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *