હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી

શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…

શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં આવેલ રાણેકપર રોડ પર મહર્ષિ ટાઉનશીપ તેમજ વૃંદાવન સોસાયટી આ બંને વારંવાર ચોર માટે પોતાનું ઘર હોય તેવું જોવા મળી રહ્યું છે.


બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મહર્ષિ ટાઉનશિપમાં મોડી રાત્રે 3: 40 ની આસપાસ 4 જેટલા ચોર શસ્ત્રો સાથે સોસાયટીમાં ઘુસ્યા હતા. જે સીસીટીવી માં કેદ થયા છે. જેમાં બળદેવભાઈ ગોસાઈના મકાનમાંથી એક સોનાની વીંટી , 10000 રોકડ રકમ , નીલમબેન સગરના મકાનમાંથી 450ની રોકડ રકમ તેમજ સંજય કુડેચાના મકાનમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આમ વારંવાર સોસાયટીમાં ચોરી થતાં લોકોનો પોલીસ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી.પોલીસે ચોરી ની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *