સ્માર્ટ સિટીમાં કથળેલું આરોગ્ય, તૂટેલી ડ્રેનેજ, બિસ્માર રોડ-રસ્તા

શહેરીજનોને શાસન-પ્રશાસન દ્વારા પડતી હાલાકીને શબ્દોમાં કંડારવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા કુશાસન સામે શબ્દકોષ નિબંધ સ્પધાર યોજવામાં આવી હતી. જેમાં 427 સ્પર્ધાકોએ પોતાની…

શહેરીજનોને શાસન-પ્રશાસન દ્વારા પડતી હાલાકીને શબ્દોમાં કંડારવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા કુશાસન સામે શબ્દકોષ નિબંધ સ્પધાર યોજવામાં આવી હતી. જેમાં 427 સ્પર્ધાકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. જેમાં 177 બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને રૂા.51000, દ્વિતીયને રૂા.21000 અને તૃતીય વિજેતાને રૂા.11000નું ઇનામ આપવામાં આવ્યું હતું.
સ્પર્ધા માં જાહેર થયેલા પરિણામો મુજબ પ્રથમ ક્રમે દ્વિજા કાનાબારે મેદાન માર્યું હતું. જયારે દ્રિતિય સ્થાને જાગૃતિ પટેલ તેમજ તૃતીય ક્રમે પ્રિયંકા.જે.નાગર વિજેતા થયા હતા.

જયારે પ્રોત્સાહિત ઇનામ માટે પ્રથમ ક્રમે ડો.પૂજા ઠાકર, દ્રિતીય સ્થાને આયુષ યાદવ, તૃતીય ક્રમે જય ચૌહાણ અને ચતુર્થ ક્રમે ઇલાબેન જોશી વિજેતા થયા હતા.જેમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા.


આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રાજકોટ કોંગ્રેસ ના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ ના ડેલિગેટ ડો.રાજદિપસિંહ જાડેજા ના નિબંધ સ્પર્ધા દ્વારા જાગૃતિ લાવવાના મૂળભૂત વિચારોને વધાવતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકામાં થતો ભ્રષ્ટ્રાચાર, તેમજ સ્થાનિક પ્રજાના પ્રશ્નો ને વાચા આપવાના બદલે માત્ર ને માત્ર પ્રજાઓને ખોટા સપના બતાવી લોકોને મૂર્ખ બનાવવાનું કામ હાલના સત્તાધીશો કરી રહ્યા છે. પણ રાજકોટની પ્રજા હવે જાગી ગઈ છે, અને હાલ ના સત્તાધીશો ના સપનાઓને નકારીને નવી ક્રાંતિ કરવા જઈ છે, જે રાજકોટ ની કુસાશન સામે સુસાશન ની નિબંધ સ્પર્ધા દ્વારા સાબિત થાય છે.


આ સમારોહમાં કોંગ્રેસ અગ્રણી ડો. રાજદિપસિંહ જાડેજા એ ઉમેર્યું હતું કે મારુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને સરકારને ખુલ્લો પડકાર છે કે, નાગરિકોના હિત માટે કાયદાઓ અને કાર્યપ્રણાલીઓને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે અન્યથા શહેરીજનોને લાંબા સમય સુધી મૂર્ખ બનાવી શકાશે નહીં. શાસકોને આ પડકાર આપવો એટલા માટે જરૂૂરી છે કે શહેરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને વિકાસના ખોટા દાવાઓનો અંત લાવવો પણ જરૂૂરી છે, હવે ભાજપના મવડીમંડળ તેમના ભ્રષ્ટાચારી અને અન્યાય કરતા નેતાઓ તથા કાર્યકરોને અંકુશમાં રાખવા પડશે.


આ નિબંધ સ્પર્ધા માં ભાગ લેનાર રાજકોટના નાગરિકોએ આયોજન અને બાંધકામ,ટાઉન પ્લાંનિંગ, બીસ્માર રોડ રસ્તાઓ, ખાંડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, વોર્ડ વાઇસ શાકમાર્કેટનો અભાવ, રમતના મેદાનોનો અભાવ, શહેરના સુકાયેલા બગીચાઓ, કોર્પોરેશનની વેરા વ્યવસ્થામાં મનમાની અને ભ્રસ્ટાચાર, ફૂડ સ્ટ્રીટની અયોગ્ય વ્યવસ્થા, વધેલી ગંદકી, ફરવા લાયક સ્થળોની માવજતનો અભાવ,અધકચરી તબીબી સુવિધાઓ અને હેલ્થ સેન્ટરો, મહાનગરપાલિકાના હસ્તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષણ વ્યવ્યસ્થા વગેરે રાજકોટને મુંજવતા પ્રશ્નોમાંથી સુવ્યવસ્થાનું સ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.

આ નિબંધ સ્પર્ધાને સફળ બનાવવા માટે ડો.રાજદીસિંહ જાડેજા તેમજ મુકેશ ચાવડા, નીતિન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, નરેન્દ્ર સોલંકી, વૈશાલી શિંદે, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, રવિ જીત્યા, દીપ ભંડેરી, પ્રદીપ ડોડીયા, બ્રિજરાજસિંહ રાણા, રિયાઝ સુમરા, ડો.સોહીલ જરિયા ,અશાંશ ગોસ્વામી, વરુણ જાની, અંકિત સોંદરવા,આર્યન પટેલ,ગૌરવ ખીમસુરિયાં, આર્યાનસિંહ રાજપૂત, ઝાહિર ખત્રી, કિશન સોઢા, સમીર ચૌહાણ, હિમાંશુ સોલંકી, મેહુલ માટીયા, મોહિત, હિરલબા રાઠોડ, મયુરી પુરોહિત, દીપુ રવિયા, ધર્મિષ્ટાબા જાડેજા,ભાવના વાઘેલા, ઉષા કવા, વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *