રાજકોટના ગંજીવાડામા માવતરે આવેલી ગોંડલની પરણીતાને પતિ સહીતના સાસરીયાઓએ માર મારી ઘરમાથી કાઢી મુકતા સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ અંગેની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટના અંગે ગોંડલ સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.હાલ ગંજીવાડા પાસે મેરામબાપાની વાડી નજીક રહેતા મુશ્કાનબેન શાહરૂખભાઇ ધંધુકીયા નામના મહીલાએ ફરીયાદમા પતિ શાહરૂખ ઇકબાલ ધંધુકીયા, સસરા ઇકબાલ કાસમ, સાસુ નરસીમબેન અને દીયર રીઝવાનભાઇ ઇકબાલભાઇ વિરૂધ્ધ ત્રાસ, મારકુટ અંગેની ફરીયાદ નોંધાવી છે. મુશ્કાનબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમના આ બીજા લગ્ન છે. તેમને સંતાનમા 3 વર્ષનો દિકરો છે.
તેમજ પોતે 4 મહીનાથી સગર્ભા છે. પતિ ડુંગળી વેચે છે. તેમજ મુશ્કાનબેને વધુમા જણાવ્યુ હતુ કે 2020 ની સાલમા તેઓએ શાહરૂખ સાથે જ્ઞાતિના રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના 3 મહીના બાદ સાસુ, સસરા અને દીયર પતિની ચડામણી કરી કહેતા કે તુ ધંધે જવાનુ બંધ કરી દે અને તારી ઘરવાળીને કહે કે માવતરેથી દહેજ લઇ આવે. જેથી મુશ્કાન બેન અને તેના પતિ વચ્ચે ઝઘડાઓ થતા હતા અને પતિ કયારેક કયારેક કામ ધંધો કરતો હતો. તેમજ તેમને કામધંધે જવાનુ કહેતા પોતે ગુસ્સે થઇ મુશ્કાનબેનને માર મારતો હતો.
તા. 10/12 ના રોજ રાત્રીના સમયે મુશ્કાનબેન ઘરે એકલા હતા ત્યારે તેનો પતિ બહારથી ઘરે આવ્યો અને તારા માવતરના ઘરેથી તુ બે લાખ રૂપિયા દહેજ પેટે લઇ આવ. તેમ કહેતા મુશ્કાબેને પોતે માવતર નહી જાય તેમ કહયુ હતુ. ત્યારબાદ તેમને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. દરમિયાન પાછળથી સાસુ અને દીયર તેમજ સસરા આવી ગયા હતા અને તેઓએ એકસંપ થઇ કહેવા લાગ્યા કે તારે અહી રહેવુ હોય તો તારા માવતરેથી કીધુ એટલુ દહેજ લઇ આવ નહીંતર તારે અહી નથી રહેવાનુ. ત્યારબાદ સાસુ – સસરા અને દીયરએ મુશ્કાનબેનને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી તેઓને પાડોશમા રહેતા જુમ્માભાઇ અને હાજુબેન બંનેએ વચ્ચે પડી તેમને બચાવ્યા હતા.
ત્યારબાદ સાસરી યાઓએ આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમા રાજકોટ ગંજીવાડા પાસે રહેતા માવતર ગોંડલ આવી મુશ્કાનબેનને પોતાના ઘરે લઇ ગયા હતા. જયા મુશ્કાનબેનની તબીયત બગડતા તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલમા સારવાર માટે ખસેડયા હતા. આ ઘટના અંગે મુશ્કાનબેને ગોંડલ સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.