નાની મોલડી ગામે સમૂહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાનું ટ્રકની ઠોકરે મોત

ચોટીલાના નાની મોલડી નજીક સમુહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર…

ચોટીલાના નાની મોલડી નજીક સમુહ લગ્નમાં આવેલા ચોટીલાના મહિલાને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં મફતીયાપરામાં રહેતા ગીતાબેન બાવાભાઇ વાઘેલા (ઉ.50)નામના મહિલા ગઇકાલે સવારે નાની મોલડી ગામે સમુહ લગ્ન યોજાયેલ હોય જેમાં ગયા હતા. દરમિયાન હાઇવે પર ચાલીને જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ગીતાબેનને ઠોકરે ચડાવતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ગીતાબેનના પતિ હૈયાત ન હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પિતાના મોત બાદ માતાની પણ છત્રછાયા ગુમાવી દેતા પુત્રી નોંધારી બની ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *