ચોટીલા પાસેથી 31 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપાયો

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ 24,024 સાથે એક શખશ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદીર પાસેથી…


અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ 24,024 સાથે એક શખશ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદીર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 કિંમત રૂૂ. 31,27,536 તથા અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂૂ. 41,42,536ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણે એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળી હતી કે, ટ્રક રજી.નં.RJ-14-GR-7551નો ચાલક ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂૂ ભરી હાલ અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે.


જે હકીકત આધારે વોચમાં રહી પ્રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રકમાંથી દારૂૂનો જથ્થો તથા ટ્રક રજી. કિંમત રૂૂ. 10,00,000/-, મો.ફોન-1 કિંમત રૂૂ. 5,000 તથા રોકડ રૂૂ. 10,000 કુલ મળી રૂૂ. 41,42,536ના મુદામાલ સાથે દોલારામ અમરારામ રૂૂપરામ ( રહે- ગામ.રૂૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા.શીવ થાના.શીવ જી.બાડમેર, રાજસ્થાન )ને પકડી પાડી મજકૂર ઇસમ વિરુધ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ કેસમાં સંડોવાયેલા ટ્રક નંબર RJ-14-GR-7551ના ચાલક આરોપી દોલારામ અમરારામ રૂૂપરામ (રહે-ગામ.રૂૂપોનીયોકી ઢાણી, કાશ્મીર તા.શીવ થાના.શીવ જી.બાડમેર,રાજસ્થાન),માલ ભરી આપનારા બલવીરસીગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ (રહે- સાંચોર, રાજસ્થાન),માલ મંગાવનારા મોરબીના અજાણ્યા માણસો અને ટ્રક નંબર RJ-14-GR-7551મા જલંધરથી માલ ભરી લઇ આવનારા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણ,પરીક્ષીતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપભાઇ બોરીયા તથા વજાભાઇ સાનીયા તથા પેરોલ ફર્લો સ્કોડના મનસુખભાઇ રાજપરા,ભૂપતસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *