બસપોર્ટની પાછળ યુવાન ચા પીતો હતો ત્યારે એક સ્ત્રીએ ઇશારા કરી બોલાવ્યો, રૂપલલનાને 1500 આપી હોટેલમાં શરીરસુખ માણ્યું
સોરઠિયા વાડી સર્કલ સુધી યુવાનનો પીછો કરી સ્કૂટરના ચાલકે રોકયો, ‘પતાવટ’ કરવાના બહાને ‘વહીવટ’ કર્યો: ઓરોપીની કરાઈ ધરપકડ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી વકીલ, નકલી પોલીસ, નકલી કચેરીઓ પકડાઇ છે ત્યારે રાજકોટ શહેરમાં થોડા દિવસ અગાઉ નકલી ડીસીપી અને ડી.સ્ટાફની ઓળખ આપી થોરાળા વિસ્તારમાં એક શખ્સે ચેકીંગ કર્યું હતું અને લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો. ત્યારે વધુ એક વખત નકલી પોલીસે કળા કરી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના મવડી ગામનો યુવાન બસપોર્ટ પાછળ ચાની દુકાને ચા પીતો હતો ત્યારે તેમને એક સ્ત્રીએ ઇસારો કરતા તેની સાથે હોટેલમાં જઇ શરીર સુખ માણ્યું હતુ અને તેણીને 1500 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ યુવક ત્યાંથી પોતાના ઘરે જતો હતો ત્યો તેનો પીછો કરી એક સ્કુટરના ચાલકે તેમે એક છોકરી સાથે હોટેલમાં ખરાબ કામ કર્યું છે કહી ધમકાવી અને પોલીસમાં છું તેવી ખોટી ઓળખ આપી દોઢ લાખની માંગણી કરી હતી અને ત્યારબાદ 40 હજારમાં વહીવટ કયો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસમાં અરજી આપતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આરોપીને દબોચી લીધો હતો. આરોપી વધુ ગુના ન આચરે માટે તેની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, મવડીમાં રહેતા ખ2 વર્ષના યુવાને દુધસાગર ડેરી પાસે ઝમઝમ પાનવાળી શેરીમાં રહેતો અલ્તાફ દિલાવર ખેરડીયાનું ના આપતા તેમની સામે પોલીસની ખોટી ઓળખ આપી પૈસા પડાવવા અંગેની કલમ હેઠળ ફરીયાદ નોંધાવતા તેમની ધરપકડ કરી છે. યુવાને પોતાની ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ગઇ તા.20/7ના રોજ રાત્રીના કાર લઇ બસ સ્ટેન્ડ પાછળ ચાની હોટેલમાં ચા પીવા ગયો હતો ત્યાં એક સ્ત્રી ઇશારા કરતી હોય જેથી તેમની પાસે જતા તેણીએ શરીર સુખ માણવા 1500 રૂપિયાનું કહેતા તેમની સાથે મુન હોટેલમાં પહોંચી શરીરસુખ માણી ત્યાંથી 10 વાગ્યે ઘરે જવા નીકળ્યો હતો અને પોતે કાર લઇ ત્યાંથી જતો હતો ત્યારે સોરઠીયાવાડી સર્કલ પાસે એક સ્કુટરવાળો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોતે પોલીસ હોવાનું અને ડી.સ્ટાફમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવાનને ધમકાવી કહ્યું કે તમે મુન હોટેલમાં યુવતી સાથે ખરાબ કામ કર્યું છે પોલીસ ચોકીએ જવું છે કે વહીવટ કરી પતાવવું છે તેમ કહી યુવાન પાસેથી દોઢ લાખની માંગણી કરી હતી તેમજ આ વાતને અંતે રૂા.40 હજારમાં પતાવટ થઇ હતી અને અજાણ્યા પોલીસવાળાએ 40 હજાર પડાવ્યા હતા.
આ વ્યક્તિને પૈસા આપતા ત્યાંથી આરોપી જતો રહ્યો હતો અને આ ઘટનામાં યુવાનને ફરીયાદ કરવી ન હોય જેથી એ ડીવીઝન પોલીસમાં અરજી કરતા પોલીસ મથકના પીએસઆઇ રાણાએ આરોપી અલ્તાફ દિલાવર ખેરડીયાને ઝડપી લીધો હતો. આ ઘટનામાં આરોપી પકડાયાની જાણ થતા ફરીયાદી યુવાને પોલીસ મથકમાં જઇ વધુ કોઇ વ્યક્તી આ પ્રકારે ભોગ ન બને માટે ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પીઆઇ બારોટે જણાવ્યું હતું કે આરોપી અગાઉ ચાર મારામારીમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ આરોપીની પુછપરછ કરતા તેમના પીતા હોસ્પીટલમાં દાખલ હતા માટે તેમને આ પૈસા પડાવ્યા હતા. જો કે હકીકતની પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કે અન્ય અધિકારીની ઓળખ આપી નાણાં પડાવે તો સ્થાનિક પોલીસને જાણ કરવી
હાલ રાજયમાં નકલીની બોલબાલા વધી રહી છે માટે રાજકોટ શહેર પોલીસના એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ બારોટે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોઇ વ્યકિત પોલીસ કે અન્ય અધિકારીની ઓળખ આપી પૈસામાં વહીવટ કરવાનું કહે તો તુરત પોલીસ કંટ્રોલ રૂમમાં અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી અને પૈસાનો વહીવટ કરવો નહીં. આવા નકલી અધિકારીની ઓળખ આપતા લોકોથી સાવધાન રહેવું.