રતનપર હાઇવે પર પુલમાં છ માસથી લટકતી રેલિંગ

રાજકોટ-મોરબી હાઇવે ઉપર રતનપર અને ગવરીદડ વચ્ચે આવેલા પુલની રેલિંગ છેલ્લા છ માસથી તૂટેલી જેના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાનું જોખમ છે. છતાં હાઇવે…

રાજકોટ-મોરબી હાઇવે ઉપર રતનપર અને ગવરીદડ વચ્ચે આવેલા પુલની રેલિંગ છેલ્લા છ માસથી તૂટેલી જેના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાનું જોખમ છે. છતાં હાઇવે સતાવાળાઓના પેટનું પાણી હલતુ નથી. છ માસ પહેલા આજ બ્રિજ ઉપર બાઇકનો અક્સ્માત સર્જાયો હતો. તેમાં બે લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આજસુધી હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાણે વધુ એક જીવલેણ અકસ્માતની રાહ જોઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે. બ્રિજની રેલિંગનું આ ગાબડું તાકીદે બૂરી અકસ્માતનું જોખમ ઘટાડવા આ વિસ્તારના લોકોની માંગણી છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *