મવડી ચોકડી પાસે અકસ્માત, ત્રણ વિદ્યાર્થી ઘવાયા

રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા આર. કે. પ્રાઇમ નામના…


રાજકોટ શહેરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આવેલા આર. કે. પ્રાઇમ નામના બિલ્ડીંગ પાસે અકસ્માતની ઘટના બનતા 3 વિદ્યાર્થીઓ ઘવાયા હતા. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ઘવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી.


આ બનાવની વિગતો મુજબ આજે વહેલી સવારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે આર. કે. પ્રાઇમ નામના બિલ્ડીંગ નજીક અકસ્માતની ઘટના બનતા સાયકલ સવાર શિવમ નિલેશભાઇ વિસાવડીયા (ઉ.વ. 30, રહે. ક્રિષ્ના પાર્ક બ્લોક નં. ર મવડી ચોકડી), કોઠારીયા ગામમાં આવેલી શિવ ભવાની સોસાયટીમાં રહેતા મિત કિશોરભાઇ સિદપરા (ઉ.વ. 17) અને યુગ (ઉ.વ. 13) ને ઇજા પહોંચતા ત્રણેયને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.


આ ઘટનામાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે શિવમ તપોવન સ્કુલમાં ધો. 8 માં અભ્યાસ કરે છે. યુગ પણ તપોવન સ્કુલમાં અભ્યાસ કરે છે. આ બંને મિત્રો સાયકલ લઇ વહેલી સવારે સ્કુલે જવા નિકળ્યા હતા ત્યારે એકસેસ લઇને કોઠારીયા ગામમાં રહેતો મિત ધોળકીયા સ્કુલે જવા નિકળ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો.


મિત ધો. 1રમાં અભ્યાસ કરે છે તેમજ તેમના પિતાને સ્ક્રેપનો ધંધો છે. આ અકસ્માતને કારણે તેમનો હોઠ કપાઇ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડયો હતો. તેમજ આ ઘટના બનતા વોકિંગમાં નિકળેલા લોકોએ તુરંત 108ને જાણ કરી હતી.


જયારે બીજી ઘટનામાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમાં રહેતા શામજીભાઇ જેરામભાઇ વિરસોડીયાએ પોતાની ફરીયાદમાં એક ઇલેકટ્રીક બાઇકના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે ગઇ તા. 22ના રોજ તેમના માતા મોરબી રોડથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે રસ્તો ઓળંગતા હતા ત્યારે આ બાઇકના ચાલકે તેમને ઠોકરે લેતા તેઓને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે બી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *