આવાસમાં કવાર્ટર મેળવ્યા બાદ બેેંકમાંથી લોન મેળવી અને હપ્તા તેમજ વ્યાજ નહીં ભરનાર સામે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામા આવી છે. જેમા વધુ એક ડિફોલ્ટરની મિલકત જપ્ત કરવામા આવી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મહેમુદભાઈ અબ્દુલશકુર દોસાણી અને ગુલશનબેન ગુલાબભાઈ બેલીમને રાજકોટ શહેરના સીટી સર્વે વોર્ડ નંબર 12, ટી.પી. સ્કીમ નં.-7,એફ. પી. નં.-80,91 તથા 94, રેવન્યુ સર્વે નં.-167 તથા 168 પૈકીના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ક્વાર્ટર પૈકી ચો.મી. 23.60 ઉપર આવેલ ફ્લેટ નંબર.-એલ-1440 આવેલ મકાન નો કબજો તારીખ:-26/11/2024 ના રોજ રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ)ની સૂચના મુજબ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકત નો કબ્જો લીધો હતો.
મિલકત ઉપર તા. 30/11/2016 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 4,94,290-00 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો