ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત

જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક…

જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક બાઈક ચાલક રસ્તે રઝળતા પશુની ઠોકરે ચડ્યા હતા, અને તેઓનું બાઈક ફંગોળાઈ જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામના વતની અને હાલ જામનગર નજીક ઢેબા ચોકડી પાસે લુમ્બિનગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા જીવણભાઈ ખેતાભાઇ ચૌહાણ (ઉમર 51), કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને ચેલા રોડપરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન માર્ગમાં કોઈ અજાણ્યું ઢોર તેઓના બાઈક સાથે ટકરાયું હતું, અને બાઇક ફંગોળાઈ જતા ગંભીર ઇજા થઈ હતી, અને 108 ની ટીમને સ્થળ પર બોલાવાઇ હતી. તેઓએ જીવણભાઈ ને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌતમ જીવણભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *