પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરીંગ કમિટી તથા જિલ્લા/શહેર પુરવઠા સલાહકાર સમિતિ ની મિટિંગ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ અજય ઝાપડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એન.એફ. એસ. એ.) રાશન કાર્ડ ઈ- કેવાયસી અંતર્ગત નોંધપાત્ર 93. 67 ટકા કામગીરી પુર્ણ થયેલ છે. બાકી રહેલા નાગરિકોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઈ-કેવાયસી ન કરાવનારને નોટિસ આપ્યા બાદ નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અનાજનો જથ્થો ગુણવત્તા સભર તથા નિયત ક્વોન્ટીટીમા દુકાનો સુધી પહોંચે એ માટે રાજકોટ જિલ્લા માં ગ્રામ્ય લેવલે જથ્થો ઉતારતાં સમયે તકેદારી સમિતિના સદસ્યોની હાજરી/બાયોમેટ્રીક ફરજિયાત કરવામાં આવી.જિલ્લામા 100% અમલવારી શરૂૂ.
વન નેશન વન રાશન કાર્ડ યોજના (ઘગઘછઈ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 714 વાજબી ભાવની દુકાનો મારફતે ગત માસે કુલ 33809 રાશન કાર્ડધારકોને લાભ આપવામાં આવ્યો હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.
પી.એમ.પોષણ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ડીસેમ્બર-2025 અંતિત જિલ્લામાં 11 તાલુકાઓની 875 શાળાઓના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે, જિલ્લામાં પી.એમ. પોષણ કેન્દ્રોની કુલ સંખ્યા 874 છે.
બેઠકમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓમાં પારદર્શિતાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સુમેળભર્યા સંકલનથી પી.એમ. પોષણ યોજના જેવી મહત્વની યોજનાઓ સફળતાપૂર્વક અમલી છે. ગત માસે લાભાર્થીઓને કુલ 2385 મેટ્રિક ટન ઘઉં તથા કુલ 3530 મેટ્રિક ટન ચોખાનું મફત વિતરણ કરવામાં આવ્યું.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર.આર.ફૂલવાડી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
