બેડી ચોકડી પાસે બાઈક અકસ્માતમાં દેવપરાના 92 વર્ષના વૃધ્ધનું મોત

શહેરમાં દેવપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાનું બાઈક લઈ બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં…

શહેરમાં દેવપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાનું બાઈક લઈ બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દેવપરામાં રહેતાં કરશનભાઈ વેલજીભાઈ વેગડા નામના 92 વર્ષના વૃધ્ધ પોતાનું બાઈક લઈ બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે વૃધ્ધે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું.

બાઈક અકસ્માતમાં વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક વૃધ્ધ ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. વૃધ્ધ બેડી યાર્ડ જતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત બીજા બનાવમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી આશરે 30 વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવતાં ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *