કર્ણાટકે રણજી ટ્રોફી જીતી ત્યારે એસ.એલ. અક્ષય ટીમનો ભાગ હતા
ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર એસએલ અક્ષયનું 39 વર્ષની વયે અવસાન થયું. રવિવારે, એસએલ અક્ષય કેએસસીએ થર્ડ ડિવિઝન મેચમાં સેફાયર સીસી માટે રમી રહ્યા હતા. ચાર ઓવર પૂરી કર્યા પછી, તેમને થોડી અસ્વસ્થતા અનુભવાઈ અને તેઓ તરત જ ડ્રેસિંગ રૂૂમમાં ગયા, જ્યાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
ડોક્ટરોએ એસએલ અક્ષયને મૃત જાહેર કર્યા. એસએલ અક્ષયના અચાનક અવસાનના સમાચાર પછી, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશને પણ એક નિવેદન જારી કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે અક્ષયે તેમના રમતના દિવસોમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કર્ણાટકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નિવૃત્તિ લીધા પછી, એસએલ અક્ષયે કોચ તરીકે ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો જાળવી રાખ્યો અને જુનિયર સ્તરે યુવા ખેલાડીઓની પ્રતિભાને ઉછેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
અક્ષય કર્ણાટક રણજી ટ્રોફી વિજેતા ટીમનો પણ ભાગ હતો. 2014-15માં કર્ણાટક ટીમે રણજી ટ્રોફી જીતી ત્યારે એસએલ અક્ષય ટીમનો ભાગ હતો. એસએલ અક્ષયની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે છ ફર્સ્ટ-ક્લાસ મેચમાં 18 વિકેટ લીધી હતી. તેણે છ લિસ્ટ એ મેચમાં છ વિકેટ અને નવ ટી20 મેચમાં આઠ વિકેટ પણ લીધી હતી.
