રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ નવ મિલકત સીલ મારવામાં આવી હતી. તેમજ 3 મિલકતમાં સીલની કાર્યવાહી કરાતા રૂા.25.88 લાખની રિકવરી કરાઇ હતી તેમજ બે મિલકત ધારકોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારાઇ હતી અને એકનું નળ કનેકશન કાપી નખાયું હતું.
વોર્ડ નં-3માં બેડીનાકા પાસે આવેલ “કેશવ વિલા’ થર્ડ ફલોર ફલેટ નં-6 ને સીલ મારેલ. વોર્ડ નં-5માં છોટુનગરમાં 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.61.700/-, વોર્ડ નં-7માં ભુપેન્દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર નં -301 ને 45, 46, 47 અને સુભાષ રોડ પર આવેલ ધ ઈમ્પેરીયા સેવન્થ ફ્લોર-709, પંચનાથ મેઈન રોડ પર આવેલ ’અવધ પ્લાઝા ’ ફોર્થ ફ્લોર શોપ નં-401 ને સીલ મારેલ.
વોર્ડ નં-13માં ઉમાકાંત ઈન્ડ. એરીયામાં 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.58,160/-, વોર્ડ નં-15માં સહજાનંદ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.55.973/-, પરમધામ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.61,000/-ની રિકવરી કરવામાં આવી હતી. મારૂૂતિ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને સીલ મારે. વોર્ડ નં-16માં કોઠારીયા રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત. વોર્ડ નં-18માં પ્રગતિ સોસાયટી 1-યુનીટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂા.66500ની રિકવરી કરવામાં આવી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી. કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.