શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં જુગારની મોસમ પુરબહારે ખીલી છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢકા ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા પત્તાપ્રેમીઓના રંગમાં પોલીસે ભંગ પાડી બે મહિલા સહિત 9ને પકડી લઇ રોકડ કબ્જે લીધી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસની ટીમ દારૂૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. હરપાલસિંહ જાડેજાને બાતમી મળતાં ગઢકા ગામમાં દરબાર ગઢની પાછળની શેરીમાં દરોડો પાડયો હતો. પોલીસે ભાવિક રામજીભાઈ ચોવટીયા(ઉ.વ.26, રહે. બાલકળષ્ણ સોસાયટી), ભાવેશ ધીરૂૂભાઈ જીંજરીયા(ઉ.વ.25, રહે. નવાગામ), વિશાલ કાંતીભાઈ દુધરેજીયા (ઉં.વ.25, રહે. ઠેબચડા), જેન્તી સવશીભાઈ વાઢેર(ઉ.વ.40, રહે રાજકોટ), જેન્તી સવશીભાઈ વાઢેર (ઉં.વ.40, રહે. ઠેબચડા), રવી દિનેશભાઈ પરમાર(ઉં.વ.22, રહે. ગઢકા ગામ), હાર્દિક રસીકભાઈ કુબાવત (ઉ.વ.35, 2હે. ગઢકા), ધર્મેન્દ્ર મનહરલાલ કુબાવત (ઉં.વ.37,રહે. માધાપર સોસાયટી, મોરબી), જલ્પાબેન રાજુભાઈ ભડીંગજી (ઉ.વ.43,રહે. આજીડેમ ચોકડી), પુજાબેન હાર્દિકભાઈ કુબાવત (ઉ.વ.33, રહે.ગઢકા ગામ)ને પકડી લઇ રૂૂા. 12910ની રોકડ રકમ અને ગંજીપાનાના કબ્જે કર્યા છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, કોન્સ. વસંતબેન બોરીચા સહિતે આ દરોડો પાડયો હતો.
