વિધાનસભામાં CM-D.CMના જવાબો આપશે 9 પ્રધાનો

સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ, પાંચ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને જવાબદારી ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન…

સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ, પાંચ કેબિનેટ અને ચાર રાજ્યકક્ષાના પ્રધાનોને જવાબદારી

ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર, ગૃહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવા માટે અન્ય મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી સરળતા અને કામગીરીના ભારણને વહેંચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તક આવતા મહત્વના વિભાગોના પ્રશ્નોના જવાબ હવે પાંચ અનુભવી મંત્રીઓ દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રીના વિભાગોના જવાબ મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, અર્જૂન મોઢવાડિયા, ઈશ્વરસિંહ પટેલ તથા સંજય મહિડા આપશે. આ પાંચેય મંત્રીઓ મુખ્યમંત્રીના વિભાગોને લગતી પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહમાં સરકારનો પક્ષ રજૂ કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિભાગોની જવાબદારી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના વિભાગોના જવાબો આપવા માટે ચાર રાજ્ય મંત્રીઓની વરણી કરવામાં આવી છે. આ મંત્રીઓ તેમના વિભાગો વતી ગૃહમાં જવાબદાર રહેશે. જેમાં મંત્રી કમલેશ પટેલ, પ્રવિણ માળી, કૌશિક વેકરીયા તથા જયરામ ગામીત જવાબ આપશે, વિધાનસભા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામામાં અન્ય કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓના નામની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી ગૃહની કાર્યવાહી વધુ સુદ્રઢ બનશે અને વિભાગીય પ્રશ્નોના ઝડપી અને સચોટ જવાબો મળી શકશે. આ ફેરફારો આગામી વિધાનસભા સત્રથી જ અમલી બને તેવી શક્યતા છે, જેનાથી મંત્રીમંડળના સભ્યો વચ્ચે કામગીરીનું સંતુલિત વિભાજન જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *