Connect with us

ગુજરાત

મોટી ખાવડી નજીક ટ્રક-ટ્રેલર અથડાતા 8ને ઇજા

Published

on

ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા


આજે સવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક ટ્રક અને એક ટ્રેલર સામસામે અથડાયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી શકી નથી. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.


ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટૂંકી વારમાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની હાલત અંગે હજુ સુધી કોઈ વિગતો મળી શકી નથી.
આ અકસ્માતને પગલે ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને વહેલી તકે પુન:સ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકોએ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવા અંગેની અપીલ કરી છે.

ગુજરાત

ઉપલેટાની એનિમલ હોસ્ટેલ સહિત પંથકમાં મારણ કરતો દીપડો પાંજરે પુરાયો

Published

on

By

ઉપલેટા પંથકમાં ચાર પગે ભારે આતંક મચાવ્યો હતો. ઉપલેટા ના પાટણવાવ રોડ પર હાડફોડી ગામ પાસે ભાદર નદીના કાંઠે આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ (ગૌશાળા) માં 800 કરતાં પણ વધારે નાના મોટા ગાય, વાછરડા અને ખૂંટ રાખવામાં આવ્યા છે જેનો નિભાવ શહેરના દાતાઓના દાનથી થઈ રહ્યો છે. આ એનિમલ હોસ્ટેલમાં એક દીપડો અવારનવાર વાછરડાઓનું મરણ કરી જતો હોય તેમજ ઉપલેટાના સમઢીયાળા, તલંગણા, કુંઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા તેમજ હાડફોડી, ચીખલીયા અને ભોળગામડા સુધી અનેક વાછરડાઓ અને પશુઓના મારણ કરેલા હોય, જેને લઇને ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. ખેડૂતોને પાણી વાળવા તેમજ મોસમ તેમજ અન્ય કામકાજ માટે ખેતરે જવામાં ભારે ભય પેસી ગયો હતો.ખેતરોમાં સોયાબીન અને મગફળીની મોસમ ચાલી રહી હોય તેમજ ઘઉંના વાવેતર થઈ રહ્યા હોય ત્યારે શ્રમિક માણસો પણ ખેતરોમાં કામ કરવા માટે આવવામાં ડરી રહ્યા હતા ત્યારે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા હતા.

ખેડૂતો અને પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી પાંજરું મુકવા માટે વિનંતી કરી હતી પરંતુ તેના અધિકારી બરાબર ધ્યાન આપતા ન હોય અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન ન અપાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અનેક વખત ફોરેસ્ટ વિભાગના અધિકારી બી. એમ. બારીયાને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરેલ ન હોય. ખેડૂતોના અક્ષેપ પ્રમાણે ફોન પણ ઉપાડતા ન હોય અને યોગ્ય જવાબ પણ ના આપતા હોવાનું જણાવ્યું હતું. ગત 12 નવેમ્બરના રોજ દીપડાએ ગૌશાળામાં ફરી એક વાછરડાનું મારણ કરતા ખેડૂતો અને પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગના અન્ય કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવેલ જેને લઇને ફોરેસ્ટર યુ. એન. ચંદ્રવાડીયા, રોજમદારો દાસાભાઈ કટારા તથા નારણભાઈ પરમાર તેમજ ગાર્ડ સાનિયાભાઈ દ્વારા ખુબ જ સુંદર અને સરસ કામગીરી કરીને પાંજરૂૂ ગત 13 નવેમ્બરના રોજ એનિમલ હોસ્ટેલ પાછળ ગોઠવ્યું હતું.


આ પાંજરૂૂ ગોઠવાતા માત્ર ચાર દિવસમાં જ દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો હતો અને એનિમલ હોસ્ટેલના સંચાલકો, ખેડૂતો, ગ્રામજનો અને પશુપાલકોએ આ તમામ ચારેય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને દિપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો હતો.

Continue Reading

ગુજરાત

મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકા

Published

on

By

પાંચ દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યાનું મૃતકની માતાએ નિવેદન નોંધાવ્યું

રાજકોટની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકનું તાવની બીમારી સબબ મોત નીપજ્યું હતું. જ્યારે તબીબે યુવકનું ઝેરી દવા પીવાથી મોત નીપજ્યું હોવાની શંકા વ્યક્ત કરી રીટ્રોગેટ એમ.એલ.સી જાહેર કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ગેટ નં.2માં આવેલ ઓમવાલા કંટ્રોલ કંપનીમાં કામ કરતા મોનુ લક્ષ્મણભાઈ બસેલ નામનો 20 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાની તબીબને શંકા જતા પોલીસ ચોપડે રીટ્રોગેટ એમએલસી નોંધાવી હતી. જ્યારે મૃતક યુવકની માતાએ યુવકનું તાવથી મોત નીપજ્યું હોવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક મોનું બસેલ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને તે ચાર ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો. પાંચ દિવસથી તેને તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ મોત નીપજયુ હોવાનું પરિવારે જણાવ્યું છે. જ્યારે યુવાનનું ઝેરી દવા પીવાથી મોત નીપજ્યું હોવાની તબીબે શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Continue Reading

ગુજરાત

વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ

Published

on

By

12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી


વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ કરીને બીજા શહેરો કે રાજ્યોમાંથી અહીયા ભણવા કે રોજગારી અર્થે આવતા લોકો કાયદાને કોરાણે મૂકી તોફાની ઉજવણી કરી રહ્યા છે. 12 દિવસ પહેલા વિદ્યાનગરમાં રુદ્રાક્ષ કોમ્પલેક્ષ પાસે મોડી રાત્રે વર્ષગાંઠની જાહેરમાં ઉજવણી કરી હતી. જેમાં ફટાકડા ફોડી મોટી છરી વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો.

જાહેરમાં આ રીતે તોફાની રીતે કોઇપણ પ્રકારની ઉજવણી કરવા પર પ્રતિબંધ હોવા છતાં યુવાનોએ કાયદાને ખિસ્સામાં મૂકતું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તેમાં દેખાતા લોકોની શોધખોળ હાથ ધરી હતી. જે અંતર્ગત મુખ્ય આરોપી સહિત 4 જણાને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલાઓમાં રોહિત ભરતભાઇ બામ્ભા (મૂળ રહે. વગડિયા, જી. સુરેન્દ્રનગર), રાહુલ હકુભાઇ બમ્ભા (રહે. વગડિયા, જિલ્લો : સુરેન્દ્રનગર), સીમાભાઇ મઘુભફાઇ ભરવાડ (મૂળ રહે. ઝાપોદર, જિ. સુરેન્દ્રનગર) અને હરીશ પરસોત્તમ પરમાર (રહે. સારસા, જિ. આણંદ)નો સમાવેશ થાય છે.

Continue Reading
મનોરંજન2 minutes ago

દિલીપ જોશીએ આસિત મોદીનો કોલર પકડી શો છોડવાની ધમકી આપી

આંતરરાષ્ટ્રીય4 minutes ago

કાઇલી જેનર સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટી

Sports5 minutes ago

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી 3-0થી સીરીઝ જીતી

રાષ્ટ્રીય8 minutes ago

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના 4 ડિસેમ્બરે લગ્ન

Sports12 minutes ago

પોન્ટિંગ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ધ્યાન આપે, ગંભીરનો જડબાતોડ જવાબ

આંતરરાષ્ટ્રીય21 minutes ago

મેક્સિકોનું આકાશ રંગબેરંગી હોટ એર-બલૂનથી છવાયું

રાષ્ટ્રીય22 minutes ago

દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે

ગુજરાત24 minutes ago

ઉપલેટાની એનિમલ હોસ્ટેલ સહિત પંથકમાં મારણ કરતો દીપડો પાંજરે પુરાયો

ગુજરાત27 minutes ago

મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકા

ગુજરાત32 minutes ago

વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ

આંતરરાષ્ટ્રીય1 day ago

શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?

ગુજરાત22 hours ago

મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત

ગુજરાત22 hours ago

પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ

ક્રાઇમ22 hours ago

સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો

ગુજરાત22 hours ago

રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી

ગુજરાત22 hours ago

એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન

ગુજરાત22 hours ago

પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં

Sports22 hours ago

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

ગુજરાત22 hours ago

નવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાત

રાષ્ટ્રીય22 hours ago

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અખબારી જાહેરાત યુદ્ધ

Trending