વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે દિલ્હીની ગ્યાનગતિ પ્રા. લિ. અને બેડોન એજયુકેશન ક્ધસ્ટલન્સી સાથે સંકળાયેલા અજય મોહનપાલ, વિકાસ સૈની, નેહા ગુપ્તા, શ્વેતા શાહુ, સ્વાતિ મોહપાલ, મનપ્રિત સંધુ અને મોનિકા સૈની સામે બીએનએસ અને આઈટી એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 78 ઉમેદવાર ઉત્સુક હતા.ઓસ્ટ્રીયાના 48, નોર્વેના 17, કેનેડાના પ, લકઝમ દેશના ર, ફ્રાંસના 1, નેધરલેન્ડના 1, સ્લોવાકિયાના ર અને હંગ્રીના ર વિઝા ધારકોને શીશામાં ઉતર્યા હતા.
જામનગર રોડ પરના શ્રીજી પાર્ક-1માં રહેતાં મિતલબેન વિજયભાઈ સુરજીવાલા (ઉ.વ.38) અયોધ્યા ચોક પાસે ધ વન વર્લ્ડ બિલ્ડિંગમાં ઓફિસ રાખી છેલ્લા ચારેક વર્ષથી ઈમિગ્રેશન ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપીઓ વર્ક પરમિટનું બી-ટુ-બી પધ્ધતિથી કામ કરે છે. ર0ર3ની સાલમાં આરોપીઓ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી આરોપીઓને ઈઝરાયેલ વર્ક પરમિટનું કામ સોંપ્યું હતું. તે વખતે આરોપીઓએ ઈઝરાયલમાં યુધ્ધની સ્થિતિને કારણે વર્ક પરમિટનું કામ નહીં થાય તેવું કહી તેમને ચુકવાયેલી રકમ પરત આપી દેતાં વિશ્વાસ બેસી ગયો હતો. ત્યાર પછી આરોપીઓએ યુરોપના બીજા દેશોના વર્ક પરમિટ માટેના પ્રપોઝલ આપ્યા હતા. જેના પગલે તેણે આરોપીઓની દિલ્હી ખાતેની ઓફીસની મુલાકાત લીધી હતી. આ પછી આરોપીઓને ઓસ્ટ્રીયા એગ્રીકલ્ચરલ વર્ક પરમિટનું કામ આપવાનું નક્કી કર્યું હતું.
કુલ પર ઉમેદવારોના નાણા અને દસ્તાવેજો આરોપીઓને આપ્યા હતા. જેની સામે આરોપીઓએ ત્રણ માસમાં વર્ક પરમિટ અને વિઝા સબમિશનનું કામ કરી આપવાની ખાત્રી આપી હતી. ત્યાર પછી આરોપીઓને કુલ 78 ઉમેદવારના વર્ક વિઝા માટે તેમના ડોકયુમેન્ટસ અને કુલ રૂૂા. 3.ર8 કરોડ બેન્ક અને આંગડિયા મારફત મોકલી આપ્યા હતા. જેની સામે આરોપીઓએ ત્રણ મહિના થવા છતાં વર્ક પરમિટ નહીં આપતાં ઉમેદવારોએ રાહ જોવાની તૈયારી બતાવી હતી. છ માસ બાદ 48 ઉમેદવારોની વર્ક પરમિટ આપી હતી. જોકે ત્યાર પછી કોઈપણ ઉમેદવારના વિઝા સબમિશન આપ્યા ન હતા.
એટલું જ નહીં ખોટા વાયદા આપી સમય પસાર કરતાં રહ્યા હતા. ર0રપના જાન્યુઆરી માસમાં 48 ઉમેદવારોને દિલ્હી ખાતેની ઓસ્ટ્રીયા એમ્બેસીના વિઝા સબમિશન માટેના એપોઈન્ટમેન્ટ લેટર મોકલ્યા હતા. જેની સામે સાત ઉમેદવારો વિઝા સબમિશન માટે ગયા ત્યારે આરોપીઓએ બહાના બતાવી તેમને પરત મોકલી દીધા હતા. જેને કારણે તે આ સાત અને અન્ય ઉમેદવારો સાથે દિલ્હી આરોપીઓની ઓફિસે ગયા હતા. પરંતુ તે વખતે પણ ખોટાં કારણો આપી વિઝા સબમિશન કરાવી આપ્યું ન હતું. ર0રપમાં જ આરોપીઓએ દિલ્હી ખાતેની ઓસ્ટ્રીયા એમ્બેસીના સબમિશન માટેનો મેઈલ મોકલ્યો હતો, જેને કારણે 47 ઉમેદવારોને વિઝા સબમિશન માટે દિલ્હી લઈ ગયા હતા.
ત્યારે પણ આરોપીઓએ બહાના બતાવ્યા હતા. આખરે આરોપીઓએ આપેલ વર્ક પરમિટ અને વિઝા સબમિશનના એપોઈન્ટમેન્ટ લેટર બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પણ આરોપીઓ ખોટાં વાયદા કરતા રહ્યા હતા. આખરે તેના ફોન ઉપાડવાનું બંધ કરી ઉડાઉ જવાબ દેવાનું શરૂૂ કરતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. 78 ઉમેદવારોમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના હોવાનું અને ર ઉમેદવારો બનાસકાંઠાના હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી મિતલબેને પોલીસને જણાવ્યું હતું કે અમુક ઉમેદવારો દ્વારા પૈસા માટે સતત દબાણ કરાતાં તેણે અત્યાર સુધી તેમને પોતાના રૂૂા.46 લાખ ચૂકવી આપ્યા છે. એટલું જ નહીં પોતાના મકાન અને ઓફિસ પર લોન માટે અરજી પણ કરી છે.
