એક વર્ષ પૂર્વે PSI માંથી PIનું પ્રમોશન મેળવનાર 254ને બદલી સાથે પોસ્ટિંગ, ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવનાર 518 PI પણ બદલાયા
ગુજરાતના પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફારો થયા છે. રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો.કે.એન.એલ રાવ દ્વારા રાજ્યના 772 પીઆઈની સામુહિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના 61 પીઆઈ સહિત 772 પીઆઈની સામુહિક બદલી કરવામાં આવી છે.જેમાં છેલ્લા એક વર્ષથી પીઆઈનું પ્રમોશન મેળવનાર 254 પીઆઈને બદલી સાથે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. તેમજ એક જ સ્થળે ત્રણ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતાં 518 પીઆઈની બદલી પણ કરવામાં આવી છે. આ બદલીમાં રાજકોટ શહેરમાંથી 19 પીઆઈની બદલી થઈ છે. તેમના સ્થાને 17 પીઆઈ નવા મુકાયા છે. ગ્રામ્યમાં પણ 14 પીઆઈની બદલી કરવામાં આવી છે અને 11 પીઆઈ મુકવામાં આવ્યા છે.
4 ડીવાયએસપીને SP તરીકે બઢતી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 4 ડીવાયએસપીને એસ.પી.તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા સુરત ડી.ડીવીઝનના એસીપી વી.એમ.જાડેજા, રાજ્ય પોલીસ અનામત દળ જુથ 20ના એસ.વી.બારોટ, વડોદરાના એસીપી જે.આઈ.વસાવા અને મહેસાણા વિસનગરના ડીવાયએસપીને એસ.પી.તરીકે બઢતી આપવામાં આવી છે. હાલ આ ચારેય અધિકારીઓને તેમના ફરજના સ્થળ ખાતે જ એસ.પી.તરીકેની બઢતી અપાઈ છે.
રાજકોટ શહેરમાંથી બદલી પામેલા પીઆઈ
1. બી.એમ.ઝણકાટ
2. આર.જી.બારોટ
3. બી.ટી.અકબરી
4. એમ.જી.વસાવા
5. જે.એસ.ગામીત
6. એમ.એચ.ભાટી
7. એમ.એ.ઝણકાટ
8. એ.બી.જાડેજા
9. જે.આર.દેસાઈ
10. કે.જે.કરપડા
11. આઈ.એન.સાવલીયા
12. એસ.એન.રાણે
13. બી.પી.રજીયા
14. એન.જી.વાઘેલા
15. એમ.એમ.સરવૈયા
16. એસ.એમ.રાઠોડ
17. એન.વી.હરીયાણી
18. એમ.જે.હુંણ
19. બી.વી.બોરીસાગર
રાજકોટ જિલ્લામાં કોને મૂકાયા
1. એ.એસ.પટેલ
2. એ.એમ.દેસાઈ
3. વાય.એમ.ગોહિલ
4. જે.આર.ઝાલા
5. એફ.એમ.નાયબ
6. કે.આર.સિસોદીયા
7. એમ.જે.પરમાર
8. એચ.જી.ગોહિલ
9. એમ.એલ.આહીર
10. એન.એ.શુકલા
11. જી.એસ.ગઢવી
રાજકોટ ગ્રામ્યમાંથી બદલી પામેલા પીઆઈ
1. વી.વી.ઓડેદરા
2. એમ.જે.ચૌધરી
3. આર.બી.વાઢીયા
4. એલ.આર.ગોહિલ
5. જે.વાય.ચૌહાણ
6. એ.એમ.હેરમા
7. એમ.એચ.યાદવ
8. આર.એ.જાડેજા
9. કે.વી.પરમાર
10. વી.સી.પરમાર
11. કે.જી.સથવારા
12. વી.એમ.ડોડીયા
13. જે.એ.ખાચર
14. કે.એસ.ગરચર
રાજકોટ શહેરમાં કોને મૂકાયા ?
1. કે.કે.ગોહિલ
2. એમ.બી.વાછાણી
3. આર.ડી.પરમાર
4. ડો.એ.એલ.વરચંદ
5. એ.એસ.ભુતીયા
6. જે.ડી.પરમાર
7. એ.એસ.ચાવડા
8. એસ.ડી.ફુલતરીયા
9. એચ.પી.ગઢવી
10. એ.એન.જાની
11. જી.વી.વાઢીયા
12. પી.જી.ગોંડલીયા
13. સી.એન.દવે
14. એસ.પી.સોંઢા
15. એમ.ડી.મકવાણા
16. જે.જે.હડવદીયા
17. એન.બી.ચૌધરી
