વેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલ

વેરાવળ પંથકમાં છ વર્ષની માસુમ બાળકીનું વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી 75 વર્ષના ઢગાએ શારીરિક અડપલા કર્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા ઢગાને વેરાવળ સ્પેશ્યલ કોર્ટે…

વેરાવળ પંથકમાં છ વર્ષની માસુમ બાળકીનું વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી 75 વર્ષના ઢગાએ શારીરિક અડપલા કર્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા ઢગાને વેરાવળ સ્પેશ્યલ કોર્ટે તકસીવાન ઠેરવી ત્રણ વર્ષની સજા અને ભોગ બનનાર બાળકીનું સરકારની યોજના મુજબ રૂપિયા એક લાખ દંડની રકમ ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ વેરાવળમાં રહેતાં સરવરઅલી તૈયબઅલી કાદરી નામના 75 વર્ષના ઢગાએ ગત તા.16/11/2024નાં રોજ મરીયમ મસ્જિદ જગ્યા મદરેશાના ગેઈટ પાસે સાડા છ વર્ષની માસુમ બાળકીને વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી શારીરિક અડપલા કર્યા હતાં. જે અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી પી.આઈ. ગૌસ્વામીએ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ચાર્જશીટ બાદ કેસ વેરાવળની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષની રજૂઆત બાદ સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતનાં ચુકાદાને ધ્યાને લઈ વેરાવળ સ્પેશ્યલ પોકસો કોર્ટના ન્યાયાધીશ જે.જે.પંડયાએ છ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સરવરઅલી કાદરીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સજા અને રૂપિયા એક લાખના દંડની રકમ સરકારની યોજના મુજબ ભોગ બનનારને ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે ગીર સોમનાથ જિલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાળા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *