ઇન્દિરા સર્કલ દુર્ધટના બાદ વિશ્ર્વમ એજન્સીના અધિકારીઓએ મોબાઇલ સ્વીચઓફ કરી દેતા ડ્રાઇવરોમાં આક્રોશ
પોલીસ ફરિયાદના ડરથી એજન્સીના જવાબદાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની શંકા
ઇદિરા સર્કલ સિટીબસ દૂર્ધટના બાદ મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા તપાસના નામે ચલક ચલાણું ચાલુ કરી દીધું છે. જયારે અકસ્માત બાદ લોકોના આક્રોશનો ભોગ બનેલા ડ્રાઇવરની દશા જોઇને વિશ્ર્વમ એજન્સીની તમામ 75 બસના ડ્રાઇવરોએ હુમલાની જવાબદારી કોણ લેશે તેવુ જણાવી આજે સવારે અટલ સરોવર સિટીબસ ડેપોના મેનેજરને રજૂઆત કરવાનું નિક્કી કરેલ પરંતુ સંડોવણીની બીકે ડેપો મેનેજર રાતો રાત ભાગી જતા ડ્રાઇવરોએ જવાબદારી વિહોણી સિટીબસ અમારે નથી ચલાવી તેવુ કહી આજે સવારથી હડલાત ઉપર ઉતરી જતા મહાનગરપાલિકામાં હડકંપ મચી ગયો છે.
સિટીબસ દૂધર્ટના બાદ ઇદિર સર્કલ ખાતે બસના ડ્રાઇવરને લોકોએ બેફામ મારમાર્યો હતો. પોલીસે ડ્રાઇવરને છોડવતા તેનો જીવ બચી ગયેલ પરંતુ ડ્રાઇવર ઉપર થયેલ હુમલાના ધેરા પ્રત્યાધાતો અન્ય ડ્રાઇવરોમાં પડ્યા છે અને આ મુદે એજન્સીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની કોશીક કરવામાં આવેલ પરંતુ 75 સિટીબસનું સંચાલન કરતી વિશ્ર્વમ એજન્સીના તમામ ઉચ્ચ અધિકારીઓએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા આ બાબતે ડેપો મેનેજરને જાણ કરવા માટે તમામ ડ્રાઇવરો આજે સવારે અટલ સરોવર ખાતે ઉમટ્યા હતા. જયા ડેપો મેનેજરની ઓફિસે તાળુ જોવા મળેલ સિક્યુરીટીના જણાવ્યા મુજબ ડેપો મેનેજર રાતોરાત ભાગી ગયો છે. આથી ડ્રાઇવરોએ મનપાના ટ્રાન્સ્પોર્ટ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડ્રાઇવરોને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ ડ્રાઇવરોએ દૂર્ધટનામાં થતા હુમલા સહિતની જવાબદારી એજન્સી ન સ્વીકારે ત્યા સુધી બસ ચાલુ નહીં થાય તેમ જણાવ્યું હતુ. તેમજ એજન્સીના અધિકારીઓ સાથે મીંટીગ યોજવાની વાત કરેલ આથી તંત્ર દ્વારા એજન્સીના અધિકારીઓને તુરંત રાજકોટ હાજર થવાની સુચના આપી છે અને સંભવત સાંજે એજન્સી સાથે મીંટીગ યોજીયા બાદ ડ્રાઇવરોની માંગ સંતોષાસેતો 75 સિટીબસ શરૂ થશે તેવુ લાગી રહ્યું છે.
સિટીબસ દૂર્ધટનામાં મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રારંભીક ધોરણે મહદઅંશે અજેન્સીને જવાબદાર ઠેરવી તેનુ ચાલુ માસનું અને અગાઉનુ સહિત રૂા.10 કરોડનું બિલ અટકાવવામાં આવ્યું છે. પરંતુ પોલીસ વિભાગ ના સુત્રોના જણાવ્યા મુજબ ડ્રાઇવર સામે તેમજ એજન્સીના જવાબદાર અધિકારીઓ સામે પણ ફરિયાદ થવાની સંભાવના છે. જેના લીધે અજેન્સીના તમામ અધિકારીઓ ગઇકાલથી પોતાના મોબાલઇ સ્વીચ ઓફ કરી ભૂર્ગભમાં ઉતરી ગયાનું જાણવા મળેલ છે. છતા આજે એજન્સીના માણસો સાથે ડ્રાઇવરોની મીંટીગ યોજાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતુ.
અન્ય એજન્સીની સિટી બસ સેવા રાબેતા મુજબ ચાલુ
સિટી બસ દૂર્ધટના બાદ અટલ સરોવર ડેપોની 75 બસના ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. શહેરમાં કુલ 124 ઇલેકટ્રીક બસ દોડવવામાં આવી રહી છે. જે પૈકી 75 સિટીબસનું સંચાલન વિશ્ર્વમ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ એજન્સીની સિટીબસે અકસ્માત સર્જયો છે. જેનુ તપાસ સહિતનું કોકડું ગુચવાયેલુ હોય વિશ્ર્વમ એજન્સીના ડ્રાઇવરો હડતાલ ઉપરી ઉતરી ગયા છે. પરંતુ અન્ય 49 ઇલેકટ્રીક બસનું સંચાલન નારાયણન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ એજન્સીના ડ્રાઇવરો હડતાલમાં સામેલ ન થતા 49 સિટી બસ રાબેતા મુજબ તેના રૂટ ઉપર સવારથી દોડી રહી હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતુ.
એજન્સી જવાબદારી લેશે તો જ બસ ચાલશે: ડ્રાઇવરો
ઇદિરા સર્કલ સિટીબસ દૂર્ધટના બાદ લોકોએ બસના ડ્રાઇવરને બેફામ મારમારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ આ ડ્રાઇવરની અન્ય ડ્રાઇવરોએ પુછપરછ કરતા તેમણે માડ જીવ બચાવ્યો છે. તેવુ જણાવેલ જેના લીધે લોકોના મારનો ડર ડ્રાઇવરોમાં ફેલાઇ જતા અકસ્માતના બનાવ વખતે તમામ પ્રકારની જવાબદારી કોની તે મુદે ડ્રાઇવરો આજે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓને એજન્સીના અધિકારીઓને હાજર કરવાની હઠ્ઠ પકડી છે. ત્યારે મનપાએ પણ એજન્સીના અધિકારીઓને તેડુ મોકલીયું છે.
ડ્રાઇવરોએ લોકો દ્વારા થતા હુમાલો વિરૂદ્ધ કરી આજે હડતાલનો સહારો લીધો છે. ડ્રાઇવરોના જણાવ્યુ મુજબ ગઇકાલની દૂર્ધટના બાદ અટલ સરોવર ડેપોનો મેનેજર ભાગી ગયો છે. જેના લીધે સવારે બસ ચાલુ કરવા માટે ડેપો મેનેજર દ્વારા રૂટની એન્ટ્રી કરાતી હોય છે. તેમજ દૂર્ધટના અંગે પણ ડેપો મેજેનર સાથે ચર્ચા કરવાની હોય ઓફિસને તાળુ લગેલુ હોવાથી પોતાની જવાબદારી સાથે ડ્રાઇવરોએ બસ ચલાવવાનું માડી વાળેલ અને એજન્સી લેખીતમાં તમામ જવાબદારી સાથેની બાહેધરી આપે તેવો આગ્રહ રાખી અધિકારીઓ સાથે મીંટીગ યોજીયા બાદ 75 બસ ચાલુ કરવામાં આવશે તેવુ જણાવતા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગય હતી.
