મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 831 શાળા, કોલેજ, હોસ્પિટલ, બાંધકામ સાઇટમાં ચેકિંગ, રૂા.66650નો વહીવટી ચાર્જ વસુલાયો
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણી ભરાયેલા ટાંકા, છોડના કુંડામાં ભરાયેલું પાણી, પાણીની ફ્રિજ ટ્રે, ટાયર,5ક્ષીકુંજ, ખાલી ડબ્બા વગેરે જગ્યાએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવે છે. જ્યાં મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી 5રિસ્થિત જોવા મળે, ત્યાં વહિવટી ચાર્જ વસૂલવામાં આવે છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળા અટકાયતી પગલાના ભાગ રૂપે હોસ્પિટલ, સેલર, શાળા/કોલેજ, હોટલ, બાંધકામ સહિતની 865 પ્રિમાઇસીસોમાં ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હાથ ધરવામાં આવેલ અને મચ્છર ઉત્પતી અને ગંદકી સબબ 72 એકમોને નોટીસ ફટકારી રૂા.66650નો દંડ વસુલામાં આવ્યો હતો.
આોરગ્ય વિભાગ દ્વારા ઓટોઇન્ડસ્ટ્રીઝ – અર્ટીકાફાટક, સિગ્નેચરપ્રાઈડ બાંઘકામ સાઇટ – અયોધ્યાચોક, એંજલરીયાલીટી બાંઘકામ સાઇટ – હવેલીરોડ, સેફ્રોન બાંઘકામ સાઇટ – જીવરાજપાર્કસ્પીડવેલરોડ, નવુંબાંઘકામ – શીતલપાર્ક, માધવએર્થ – રામધામસોસા.-3, વિમેન્સહોસ્પિટલ – કાલાવાડરોડ, નવુંબાંઘકામ – નાનામૈવારોડ, સ્ટારએપાર્ટમેન્ટ – 150ફુટ રોડ, ધએકોર્ડ – નાનામૈવામેઈન રોડ, ડ્રીમકાર ગેરેજ – વાવડીરોડ, કારગેરેજ – વાવડીરોડ, ભંગારનોડેલો – વાવડીરોડ,એસ.એસ.સ્ક્રેપ – વાવડીરોડ, નવુંબાંઘકામ – ભગવતીપરામેઈન રોડ, પરિશ્રમસબમર્સીબલ ઇન્ડસ્ટ્રીઝ સોલવન્ટ રોડ, ચામુંડાસ્ક્રેપ – ગોલ્ડનઇન્ડસ્ટ્રીઝ, ફ્રેશવોટર – 50ફુટ રોડ, નવુંબાંઘકામ – ભાવનગરમેઈનરોડ, નવુંબાંઘકામ – શીતલપાર્ક, નવુંબાંઘકામ – સરદારનગર, હરીકૃષ્ણઆર્કેડ સેલર – પેલેસરોડ, નવુંબાંઘકામ – જામનગરરોડ, નવુંબાંઘકામ – જામનગરરોડ, બાલાજીરેસ્ટોરન્ટ – જામનગરરોડ, નવુંબાંઘકામ – સ્વાશ્રયસોસા, નવુંબાંઘકામ – સ્વાશ્રયસોસા, મેલ્સબેવરેઝીસ – લક્ષ્મીનગરશેરી નં.3, પ્રસિધ્ધકોમ્પ્લેક્ષ – પુજારોડ, નવુંબાંઘકામ – વાણીયાવાડી, રેસ્ટોરન્ટ – જામનગરરોડ, રેસ્ટોરન્ટ – જામનગરરોડ, નવુંબાંઘકામ – અયોધ્યાચોક, એએવન્યું એપાર્ટમેન્ટ – જામનગરરોડ, હાર્મોની – લીંબડાચોક, વરુણઆર્કેડ સેલર – લીંબડાચોક, શાનદારરેસીડેન્સી બાંઘકામ – ગ્રીનલેન્ડચોકડી, નવુંબાંઘકામ – શક્તિઇન્ડસ્ટ્રીઝ મેઈન રોડ, નવુંબાંઘકામ – સદગુરુરણછોડનગર, સોઢાસ્ક્રેપ – ભાવનગરમેઈન રોડ, ગરીબનવાઝ હોટેલ – જંગલેશ્વરમેઈન રોડ, ટીસ્ટોલ – ભાવનગરમેઈન રોડ, શાલીગ્રામહાઈટ્સ બાંઘકામ – ભગવતીપરા, માલધારી હોટેલ – કુવાડવારોડ, માટેલરેસ્ટોરન્ટ હોટેલ – મનહરસોસા, નવુંબાંઘકામ – કૈલાશપાર્કશેરી નં.3, ઓનિક્ષ બાંઘકામ – જયસરદારરોડ, રાધાકૃષ્ણ બાંઘકામ – યુનિ.રોડ, કારશો રૂૂમ – ગોંડલરોડ, ઓટોકાર સર્વિસ – માધવગેટ પાસે, માં અન્નપુર્ણારેસ્ટોરન્ટ – ચંદ્રેશનગરમેઈન રોડ, શ્રી ચામુંડાકાઠીયાવાડી રેસ્ટોરન્ટ – ચંદ્રેશનગરમેઈન રોડ, રેવન્સાપ્રા.લી ઇન્ડસ્ટ્રીઝ – બોલબાલામાર્ગ, નવુંબાંઘકામ – ભક્તિનગરમેઈન, નવુંબાંઘકામ – જયરાજપ્લોટ, સિલ્વરનેસ્ટ સેલર – અયોધ્યાચોક સહિતનાને દંડ ફટકાવામાં આવ્યો હતો.
નાગરિકોને અપીલ છે કે તેઓ પોતાના ઘર તથા આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલા ન રાખે અને મચ્છર ઉત્પતિ ન થાય તે માટે પૂરતી સાવચેતી રાખે. સમયસર પાણી ખાલી કરી સ્વચ્છતા જાળવવાથી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. આ અભિયાન નવેમ્બર માસ દરમ્યાન સતત ચાલુ રહેશે. આરોગ્ય તંત્ર નાગરિકોને વિનંતી કરે છે કે સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાજકોટ શહેર નિર્માણમાં સહકાર આપે.
રોગચાળાથી બચવા આટલું કરીએ
છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બા ડુબલી વગેરેનો તાકીદે નિકાલ કરીએ. અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ. સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું. હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા ટાંકીમાં અઠવાડીયે નિયમીત કેરોસીન નાખવું. ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા, સવારે ફરીથી નવું પાણી ભરવું. ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ. ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ. નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીને સુકા ક5ડાથી સાફ કરવી. પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો.
