કોફી-કોલ્ડ્રીંકસમાં ટ્રેટા પેકિંગ કરેલુ 1થી 5 મહિના જૂનુ દુધ વાપરતા હતા, લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા છતાં દશ હજારનો દંડ કરી મનપાએ ‘ગોઠવણ’ કરી?
ફાસ્ટફુડની દુનીયામાં વિશ્ર્વભરમાં ટોચની બ્રાન્ડમાં ગણાતી બર્ગર કિંગમાંથી પાંચ મહીના જુનુ એકસપાયરી ડેટ થઇ ગયેલું 72 લીટર દુધ પકડાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બર્ગર કિંગના ક્રિસ્ટલ મોલ ખાતે આવેલ આઉટલેટમાંથી 1થી પાંચ મહીના પહેલા એકસપાયરી ડેટ થઇ ગયેલ 72 ટેટ્રાપેક રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ઝડપી પાડયા છે. આ કાર્યવાહીમાં ફકત 10 હજાર રૂપીયાનો વહીવટી ચાર્જ ફટકારાયો છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે રાજકોટવાસીઓના આરોગ્યને ગંભીર ખતરો પહોંચાડે તેવી પ્રોડકટ વાપરતી કંપનીઓને પણ મામુલી દંડ કરીને મનપા ગોઠવણ કરી આપે છે.
રાજકોટ મનપાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિટ નં.2/એ/1, ક્રિસ્ટલ મોલ, ગ્રા.ફ્લો., રાણી ટાવરની સામે, કલાવાડ રોડ, રાજકોટ મુકામે આવેલ “બર્ગર કિંગ -રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ” પેઢીની તપાસ કરતા સ્થળ પર બેવરેજીસ/કોફી બનાવવા માટે સંગ્રહ કરેલ “SHRIEBER DYNAMIX” BRAND TONED MILKના TETRA PACKમાંથી વાપરતા હોવાનું માલૂમ પડેલ. બાદમાં સ્ટોરેજ તપાસતા સદર બ્રાન્ડના એક લિટરના કુલ 72 TETRA PACK કે જે પાંચ માસથી એક માસ પહેલા એક્સપાયરી થયેલ જોવા મળેલ. સદર એક્સપાયરી થયેલ TETRA PACK TONED MILK નો કુલ 72 લિટર અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. વિશેષમાં સદર ખાદ્યચીજનો નમૂનો લેવામાં આવેલ તથા પેઢી પાસેથી વહીવટી ચાર્જ રૂૂ.10,000/- વસૂલવામાં આવેલ.
અન્ય કાર્યવાહીમાં ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન બિગ બઝારની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ “પાંડેજી પાર્સલ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 3 કિલો બ્રેડનો જથ્થો એક્સપાયરી થયેલ જોવા મળતા સદર એક્સપાયરી થયેલ જથ્થો સ્થળ પર નાશ કરેલ.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના નાના મવા મેઇન રોડ, ચંદ્ર પાર્ક મેઇન રોડ તથા મવડી ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. જેમાં વ્રજલીલા રેસ્ટોરન્ટ- લાઇસન્સ બાબતે સૂચના, શિવ રેસ્ટોરન્ટ -લાઇસન્સ બાબતે સૂચના, પાંડેજી પાર્સલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ, ઉમિયાજી ડાઈનિંગ હોલ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આવેલ, રઘુરાય ફૂડ ઝોન (લામિલાનો પિઝેરિયા), ડાઉન ટાઉન રેસ્ટ્રો, અતુલ આઈસક્રીમ, શુભમ રેસ્ટોરન્ટ, શિવ રેસ્ટોરન્ટ, ગણેશ રેસ્ટોરન્ટ, શ્રી રેસ્ટોરન્ટ, હેડકી કાફે, પિઝા ઝોન, હરસિદ્ધિ ફૂડ્સ, ફ્રેંડ્સ ફૂડ્સ, પટેલવિહાર કાઠિયાવાડી, નેપલ્સ પિઝા, મહીરાજ ફૂડ્સ, ધ ગ્રાન્ડ ખોડિયાર, ખોડિયાર ડાઈનિંગ હોલ, રાધિકા રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 5 નમૂના લેવામાં આવેલ. બટર(લૂઝ): સ્થળ -શિવ ઢોસા પોઈન્ટ પાઉંભાજી, અક્ષરમાર્ગ, સતનામ હોસ્પિટલની સામે, ઇન્દ્રપ્રસ્થનગર, રાજકોટ. હોટ ગાર્લિક સોસ (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ -એસ્ટ્રોન ફૂડ’સ-ઠજ્ઞસ જ્ઞક્ષ રશયિ, “કુબેર કષ્ટભંજન” કોમ્પ્લેક્સ, ગ્રા.ફ્લોર, ગિરિરાજ હોસ્પિટલ પાસે, 150’ રિંગ રોડ, રાજકોટ. ચીઝ (લૂઝ): સ્થળ -ૠ.ઉં-5 સેન્ડવિચ પિઝા -બીટ બાઇટ, કિંગ્સ ક્રાફ્ટની સામે, મોટામવા, કાલાવડ રોડ, રાજકોટ. બટર (લૂઝ): સ્થળ – કસ્તુરી ફૂડ’સ, મોટામવા, કિંગ્સ ક્રાફ્ટની સામે, કાલાવડ રોડ, રાજકોટ. SHRIEBER DYNAMIX” BRAND TONED MILK (FROM 1 LTR. TETRA PACK): સ્થળ – “બર્ગર કિંગ- રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિમિટેડ”, યુનિટ નં.2/એ/1, ક્રિસ્ટલ મોલ, ગ્રા.ફ્લો., રાણી ટાવરની સામે, કલાવાડ રોડ, રાજકોટ.
એકસપાયરી ડેટવાળુ દૂધ પીવાથી આરોગ્ય પર ગંભીર ખતરો
ટેટ્રાપેકમાં કોઇપણ ખાદ્યપદાર્થને થોડા લાબાં સમય સુધી ફ્રિઝર્વ રાખી શકાય છે. પરંતુ એકસપાયરી ડેટ પછી આવું દુધ પીવાથી સીધી ફુડ પોઇઝનીંગની અસર થાય છે. જેના પરિણામે પેટમાં આંટી ચડવી, ઉબકા આવવા, ઉલટી થવી અને ઝાડા થવા જેવા પ્રારંભીક લક્ષણો જોવા મળે છે. પરંતુ વધુ માત્રામાં દુધ પીવાયેલ હોય તો આરોગ્ય પર ગંભીર અસર પડે છે અને હોસ્પીટલમાં દાખલ થઇને લાંબી સારવાર લેવી પડે તેવી પરિસ્થિતી ઉભી થાય છે.
