રેલવે સેફટીમાં યોગદાન બદલ 7 કર્મચારીઓનું સન્માન

સતર્કતા અને ત્વરિત નિર્ણયશક્તિ દ્વારા સંભવિત ટ્રેન અકસ્માતો અટકાવતા કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર એનાયત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સાત રેલવે…

સતર્કતા અને ત્વરિત નિર્ણયશક્તિ દ્વારા સંભવિત ટ્રેન અકસ્માતો અટકાવતા કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર એનાયત

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સાત રેલવે કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે DRMઓફિસ, રાજકોટના કોન્ફરન્સ હોલમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીજળી (ટ્રેક્શન) વિભાગના આ કર્મચારીઓને નવેમ્બર 2025, ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન ફરજ પર અસાધારણ સતર્કતા અને જવાબદારી દાખવી સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.

સન્માનિત થનારા કર્મચારીઓમાં હિતેશ કુમાર ગઢિયા (સીનિયર સેક્શન એન્જિનિયર, લોકો ટ્રિપ શેડ, હાપા), જગદીશ પ્રસાદ સાહુ (લોકો પાયલટ, રાજકોટ), મિતેશ પી. વાઘેલા (લોકો પાયલટ, રાજકોટ), જયદીપ પીઠવા (લોકો પાયલટ, રાજકોટ), પ્રકાશ દાસ (લોકો પાયલટ, ગુડ્સ, હાપા), સુનિલ કુમાર યાદવ (લોકો પાયલટ, ગુડ્સ, સુરેન્દ્રનગર) તથા સીતારામ ઘાસવા (લોકો પાયલટ, ગુડ્સ, હાપા) નો સમાવેશ થાય છે.

આ કર્મચારીઓએ ફરજ દરમિયાન સતર્કતા દાખવી ઘણી મહત્વની ટેકનિકલ ક્ષતિઓની સમયસર ઓળખ કરી હતી. જેમાં એન્જિનના શન્ટિંગ દરમિયાન અસાધારણ ઘર્ષણનો અવાજ સંભળાતા તપાસમાં ટ્રેક માં માટીના ધસારો શોધી કાઢવી અને તેનું સમારકામ સુનિશ્ચિત કરવું, સ્પેશિયલ ટ્રેનોના સંચાલનમાં તમામ સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું તથા ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ જ્યારે ખંભાળિયા પાસેથી પસાર થતી હતી ત્યારે વ્હીલ માં ઢીલા બોલ્ટની ઓળખ કરી સમયસર રિપેરિંગ કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટવાની ઓળખ કરી તેને તુરંત ઠીક કરાવવી તથા રાજકોટ સ્થિત સાઇડિંગમાં વેલ્ડિંગ જોઈન્ટ પાસે રેલવે ટ્રેકમાં આવેલી ખામીની સૂચના આપી તેનું સમારકામ સુનિશ્ચિત કરવું પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.

આ પ્રસંગે ઉછખ ગિરિરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેમની સતર્કતા, ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા આખા ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણારૂૂપ છે અને રેલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની દિશામાં તેમનું મહત્વનું યોગદાન છે.

આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ ચૌબે, મુખ્ય તબીબી અધિકારી ડો. રાજકુમાર, વરિષ્ઠ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ્ર મીણા, મુખ્ય પ્રોજેક્ટ મેનેજર સુધીર દુબે, વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ અને વરિષ્ઠ ડિવિઝનલ મટીરીયલ મેનેજર જેઠાભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *