સિટી બસ સ્ટોપ પર લગાવેલા મંજૂરી વગરના પોસ્ટરો દૂર કરવા 7 દી’ની મુદત

સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જાહેરાત લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ…

સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જાહેરાત લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે

રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં હેતુથી બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. શહેરીજનોને બસના વેઈટીગ સમય દરમ્યાન રૂૂટનું સમયપત્રક અને બસમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાની જાણ કરવા અર્થે શહેરમાં અલગ અલગ જગ્યા પર પીક-અપ/ડ્રોપ સ્ટોપનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પીક-અપ/ડ્રોપ સ્ટોપ ખાતે ઇસમો/પેઢીઓ દ્વારા શહેરી બસ સેવાના પીકઅપ/ડ્રોપ સ્ટોપ પર અનાધિકૃત રીતે પોતાની જાહેરાત લગાવી શહેરી બસ સેવાના પીક-અપ/ડ્રોપસ્ટોપને નુકશાન પહોચાડતા હોવાનું ધ્યાને આવેલ છે.

આથી લાગુ પડતા તમામ ઇસમો/પેઢીઓને જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગત સ્ટીકર/પોસ્ટર/કોઈપણ પ્રચાર પ્રસાર સામગ્રી ન લગાવવા જાણ કરવામાં આવે છે.

રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગાવનાર સામે ધોરણસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની સંબંધકર્તા સર્વે નોંધ લેવા વિનંતી. વિશેષમાં જણાવવાનું કે જો કોઈં વ્યક્તિ/પેઢી દ્વારા આ પ્રકારની જાહેરાતના સ્ટીકર/પોસ્ટર લગાવેલ હોય તો દિવસ-7માં શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને નુકશાન ન પહોંચે તે રીતે દૂર કરવા આથી જાણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *