રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા કોલોનીમાં રહેતા અને લોહાણા પરામાં પીતળના ભંગાર વેચવાનો ધંધો કરતા હર્ષિતભાઈ અશ્વિનભાઈ કાગડા એકાદ વર્ષ પુર્વે તેની દુકાને હતા તે દરમ્યાન માલ વાહક ગાડીને લઈને એક શખસ આવ્યો હતો અને તે મોરબી ખાતે પીતળ ગાળવાની ભઠ્ઠી ચલાવતા હોવાનુ અને તેનુ નામ યાજ્ઞિક પટેલ હોવાનુ જણાવી તેની પાસેથી પીતળનો માલ લઈને રૂૂ.7.23 લાખનું પેમેન્ટ ન કરી જતા રહ્યા હતા.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા.25-2ના રોજ યાજ્ઞિકભાઈનો ફોન આવ્યો હતો અને મારે તત્કાલ માલની જરૂૂર છે તમારી પાસે જેટલો માલ હોય તે મારે લેવાનો છે. જેથી તેને દુકાને બોલાવ્યા હતા અને તેની દુકાને માલ વાહક ગાડીના ચાલક આશીફ રાવકુડા સાથે આવ્યા હતા અને માલ ભરી હિસાબ કરતા રૂૂ.7.23 લાખ લેવાના હોય જે નાણા ગોંડલ રોડ ઉપર કનુ કાંતી આંગડીયા પેઢીમાંથી લઈ લેવાનુ કહ્યુ હતુ.
દરમ્યાન હર્ષિતભાઈએ નાણા મળી જાય બાદમાં તમારૂૂ વાહન જવા દઈશ.જેથી 15 મીનીટ બાદ આંગડીયા પેઢીમાંથી તમારા નાણા આવી ગયા છે લઈ જાવ. બાદમાં વેપારી આંગડીયા પેઢીએ જતા તમારા પૈસા કોઈ આવ્યા નથી અને અમે આ નંબર માંથી કોઈ ફોન કર્યો ન હોવાનુ જણાવતા તત્કાલ તેની દુકાને આવતા માલ વાહક વાહન તેનો માલ ભરી નાસી ગયો હોય ફરીયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
