પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 5મો વાર્ષિક રમતોત્સવ પ્રારંભ

શહેરના તમામ પોલીસ મથકના ખેલાડીઓની અલગ અલગ 20 જેટલી ગેમ્સમાં ટક્કર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસની ટીમ સ્પીરિટ જાળવવા આયોજન: પોલીસ કમિશનર રાજકોટ શહેર પોલીસનો પાંચમો…

શહેરના તમામ પોલીસ મથકના ખેલાડીઓની અલગ અલગ 20 જેટલી ગેમ્સમાં ટક્કર

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવતી પોલીસની ટીમ સ્પીરિટ જાળવવા આયોજન: પોલીસ કમિશનર

રાજકોટ શહેર પોલીસનો પાંચમો વાર્ષિક રમતોત્સવને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી પોલીસમાં શારિરીક-માનસિક ફિટનેસ જળવાઈ રહે સાથે શિસ્તતા જળવાઈ તેમજ ટિમ સ્પિરિટ સાથે એક જુથ થઇ કામ કરવા ભાવના કેળવાઈ અને પારિવારિક ભાવના જળવાઇ રહે તે માટે આ બધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટાફે પણ સાથે મળી રમતોત્સવને હારજીતની ચિંતા કર્યા રમતોત્સવમાં ભાગ લઇ આનંદ માણ્યો હતો. રમતોત્સવમાં 20 જેટલી ગેઈમ્સનો સમાવેશ કરવામ આવ્યો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ પરીવારમાં સદભાવના કેળવાય તેમજ માનસિક અને શારીરીક ફિટનેસ જળવાઇ રહે તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનુ નામ રોશન કરે, રમત ગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી 5 દિવસ માટે શહેર પોલીસ દ્વારા ચોથાપાંચમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ વાર્ષિક રમતોત્સવ ટ્રેક એન્ડ ફીલ્ડમાં 09 ઇવેન્ટ, ટીમ ગેમમાં 06 ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સમાં 04 ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે. ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2 અને ડીસીપી પીએચકયુના મહિલા અને પુરુષ જવાનો મળી આશરે 450 જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહેલ છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈ બંદોબસ્ત ન હોવાથી આ 5 દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે કારણ કે પોલીસને સ્ટ્રેસ રહેતો હોય છે અને તેમાંથી બહાર રહી પરેડની સાથે સાથે શારિરીક ફિટનેસ જળવાઈ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શિસ્તતા જળવાઈ તેમજ ટિમ સ્પિરિટ સાથે એકજુથ થઇ કામ કરવા ભાવના કેળવાઈ અને પરિવ ભાવના જળવાઇ રહે તે માટે આ બધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે શહેર પોલીસના ખેલાડીઓ ડીજીપી કપ તેમજ રાષ્ટ્ર કક્ષાએ સારુ પરફોમન્સ આપી વિજેતા થઇ ટ્રોફી તેમજ મેડલો મેળવેલ છે.

તાજેતરમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની હોકી ટુર્નામેન્ટ પણ યોજાઈ હતી જેમાં રાજકોટ શહેર પોલીસની પુરુષ અને મહિલા ટિમે સારું પ્રદર્શન કર્યું હતું. પાંચમાં વાર્ષિક રમતોત્સવમાં રસ્સા ખેંચ સાથે ટેબલ ટેનીશ,ફુટબોલ,બાસ્કેટબોલ સહીતની અલગ અલગ 20 જેટલી ગેઈમ્સમાં ડીસીપી ઝોન-1,ડીસીપી ઝોન-2 તેમજ ડીસીપી પીએચકયુની પુરૂૂષ અને મહિલા વિભાગમાં અલગ અલગ ગેઈમ્સ રમાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *