ગયા વર્ષની સરખામણીએ 13 જિલ્લામાં હાર્ટના કેસોમાં 20 ટકાનો વધારો
ગુજરાતમાં હાલ ઠંડીએ વિરામ લીધો છે. પરંતુ જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાને પગલે હૃદયની ઈમરજન્સીના કેસમાં પણ વધારો થયો હતો. જાન્યુઆરીના 20 દિવસમાં 5144 વ્યક્તિને હૃદયની ઈમરજન્સીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પૈકી 13 જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 20 ટકાથી વધુનો વધારો થયો હતો.
ગયા વર્ષના પ્રથમ 20 દિવસની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં સૌથી વધુ વધારો થયો તેમાં છોટા ઉદેપુર 65.63 ટકા સાથે મોખરે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં 1241 જ્યારે આ વર્ષે 1543ને હૃદયની ઈમરજન્સીના કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 24.34 ટકાનો વધારો થયો છે.
આ વર્ષે જાન્યુઆરીના 20 દિવસમાં અમદાવાદમાંથી દરરોજ સરેરાશ 77 દર્દીને હૃદયની સમસ્યાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ સુરતમાં 17.66 ટકા, રાજકોટમાં 14.53 ટકા, વડોદરામાં 12.50 ટકા ભાવનગરમાં 29.41 ટકા જેટલો વધારો થયો હતો.
હાર્ટએટેક વખતે પ્રારંભિક તબક્કે CPR આપી જીવ કેવી રીતે બચાવવો ?
CPRબેસિક લાઇફ સપોર્ટનો એક ભાગ છે, કાર્ડિયક અરેસ્ટ થવા પર દર્દીનો પ્રતિસાદ જોવામાં આવે છે કે તે જીવિત છે કે બેભાન થયો છે. જો તે પ્રતિસાદ આપતો નથી તો તાત્કાલિક મેડિકલ મદદ લેવી જોઈએ. હોસ્પિટલ પહોંચતા સુધી દર્દીના પલ્સ રેટ જરૂૂર ચેક કરવા જોઈએ. ગળાથી પણ પલ્સ (કેરોટિડ પલ્સ)ને ચેક કરતા રહેવું જોઈએ. આ પલ્સ દર 10 સેક્ધડમાં ચેક કરવો પડે છે. જો કેરોટિડ પલ્સ અને શ્વાસ મળતા નથી તો છાતીને કમ્પ્રેશન એટલે કે દબાવવું. આ પણ ઈઙછનો જ એક ભાગ હોય છે. તાજેતરમાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈને હાર્ટ એટેક આવ્યા પછી 1 મિનિટની અંદર CPRઆપવામાં આવે તો તેના બચવાની સંભાવના 22% હોય છે, જ્યારે જો કોઈને 39 મિનિટ પછી CPRઆપવામાં આવે તો આ માત્ર 1% જ હોય છે. દર્દીને હાર્ડ સરફેસ એટલે કે સખત જમીન પર સુવડાવો. દર્દીનું શરીર તમારા ઘૂંટણની નજીક હોવું જોઈએ. CPRઆપનાર વ્યક્તિના બંને ખભા દર્દીની છાતી પર રાખો. દર્દીની બંને છાતીની વચ્ચે હથેળીથી દબાવો. CPRઆપનાર વ્યક્તિના બંને હાથ સીધા હોવા જોઈએ. 1 મિનિટમાં 100-120 વાર કમ્પ્રેશન એટલે કે છાતીને દબાવો. 30 વાર છાતી દબાવ્યા પછી બે વાર મોંથી શ્વાસ આપો. જો મોંથી શ્વાસ ન આપવો હોય તો છાતી દબાવવાનું ચાલુ રાખો. છાતીને 2થી 2.4 ઇંચ સુધી જ દબાવો. આનાથી તેને રિકવર થવાનો મોકો મળે છે.