સોમનાથમાં 5 દિવસના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, 10 લાખ શ્રધ્ધાળુઓ ઉમટશે

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળાનો આજથી પ્રારંભ થયો છે. 24મી સુધી ચાલનાર આ મેળામાં 100 વિઘાના સદભાવના ગ્રાઉન્ડમાં યોજાનારા મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ…

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળાનો આજથી પ્રારંભ થયો છે. 24મી સુધી ચાલનાર આ મેળામાં 100 વિઘાના સદભાવના ગ્રાઉન્ડમાં યોજાનારા મેળામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રે સાથે મળીને આયોજન કર્યું છે.આજે બપોરે 3:30 વાગ્યે મેળાનો પ્રારંભ થયો હતો.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે.સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 1951માં થયા બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટે 1955માં પાંચ દિવસીય લોકમેળાની પરંપરા શરૂૂ કરી હતી. ગિરનાર લીલી પરિક્રમા પૂરી કર્યા બાદ શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શને આવે છે. પ્રભાસ ક્ષેત્ર ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ હોવાથી અહીં હરિ અને હરનો આધ્યાત્મિક સંગમ પણ જોવા મળે છે. આ કારણે આ મેળો સૌરાષ્ટ્રના મોટા લોકમેળાઓમાં સ્થાન પામ્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી બંધ રાઇડ્સ આ વર્ષે ફરી શરૂૂ થશે. મેળામાં અંદાજે 16 મોટી અને બાળકો માટેની 35 જેટલી રાઇડ્સ ગોઠવાઇ છે.

મોતનો કૂવો ઉપરાંત સુનામી, મિક્સરકાર અને જલપરી શો પહેલીવાર રજૂ થશે. રાઇડ્સ સંચાલક યાકુબભાઈએ જણાવ્યું કે મુલાકાતીઓની સુરક્ષા માટે સંચાલકોએ રૂૂ. 5 કરોડનું પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ લીધું છે. દરેક રાઇડ વચ્ચે 60 ફૂટ પહોળો રસ્તો રાખવામાં આવ્યો છે. ગ્રાઉન્ડમાં 50થી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે.ફાયર સેફ્ટી માટે ફાયર બ્રિગેડની ટીમે રાઇડ્સ સંચાલકો અને સ્ટોલ ધારકો સહિત 150થી વધુ લોકોને તાલીમ આપી છે. આગ જેવી કટોકટીમાં બચાવ અને તકેદારી અંગે આ તાલીમ અપાઈ હતી. મેળાના પાંચેય દિવસ ફાયર બ્રિગેડની ટીમ જરૂૂરી સાધનો સાથે 24 કલાક તૈયાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *