કૃષિ વિભાગના 46 અધિકારીઓની બદલી, 18 કર્મચારીઓને બઢતી

રાજ્યના અન્ય એક વિભાગમાં બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે અધિકારીઓની બદલી અને બઢતી અંગે એક…

રાજ્યના અન્ય એક વિભાગમાં બઢતી અને બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે અધિકારીઓની બદલી અને બઢતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિભાગના વિવિધ એકમોમાં કાર્યરત કુલ 46 સહાયક કૃષિ નિયામક વર્ગ-2 અધિકારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. વધુમાં, રાજ્યના કૃષિ અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.
8 કૃષિ અધિકારીઓને કૃષિ નિયામકના પદ પર બઢતી આપવામાં આવી છે. આ બઢતીના ભાગ રૂૂપે, 18 કૃષિ અધિકારીઓને કૃષિ નિયામકના પદ પર બઢતી આપવામાં આવી છે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગે આ બઢતી અને બદલીના આદેશો જારી કરીને વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્ય સરકાર ખેતીને લગતા વિવિધ પ્રશ્નોનું બને તેટલી ત્વરાથી નિરાકરણ લાવવા ઇચ્છે છે. તેના કારણે આ પગલું ભર્યુ છે. તેના કારણે અધિકારી સ્તરે નિર્ણય પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ખેડૂતો માટે નક્કી કરેલા પગલાનો પણ ઝડપથી અને યોગ્ય રીતે અમલ થાય તેમ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *