જેતપુરમાં સમડી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને પડકાર ફેંંક્યો છે. જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર રહેતા મહિલા પોતાના પતિ સાથે જતા હતા ત્યારે બે મોટર સાયકલ સવાર શખ્સોએ તેમના ગળામાં પહેરેલ 45 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેતપુરના પટેલ નગરમાં રહેતા ભાવનાબેન પાદરિયા પોતાના પતિ ગિરીશભાઈ પાદરિયાના મોટરસાયકલમાં બેસી ઘરથી આગળ જતા હતા ત્યારે પાછળથી આવેલા ડબલ સવારી મોટર સાયકલ વાળા બે શખ્સોએ ભાવનાબેનના ગળામાં જોટ મારી રૂા. 45 હજારના કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી ભાગી ગયાહ તાં. આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂ કરી છે.