રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોલકી રોડ પર રેલ કર્મચારીનાં મકાન સહીત અલગ અલગ સોસાયટીનાં ચાર મકાનમા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાથી ઘરેણા અને રોકડની ચોરી કરી ગયાનુ જાણવા મળી રહયુ છે. આજે સવારે ઘરધણી જાગ્યા ત્યારે સામાન વેર વિખેર હાલતમા હોવાથી તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ કરતા બે તસ્કરો બાઇક પર આવ્યા હોવાનુ હાલ તપાસ દરમ્યાન જાણવા મળી રહયુ છે આ ઘટનામા રેલ કર્મચારીએ પોલીસ સ્ટેશનમા ચોરી અંગેની ફરીયાદ નોંધાવી હતી.