કોઠારિયા સોલવન્ટમાંથી ડમડમ થઇ નીકળેલા 4 શખ્સો ઝડપાયા

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે નશાની હાલતમાં ડમડમ થઇ નીકળીલા ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી…

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે નશાની હાલતમાં ડમડમ થઇ નીકળીલા ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એ.જોગીયા, દેવાંગભાઇ પાલા સહિતનો સ્ટાફ ગઇકાલે સાંજે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમ્યાન કોઠારિયા સોલવન્ટમાં હુસેની ચોક પાસે રોડ પર ચાર શખ્સો લથડીયા ખાતા મળી આવ્યા હતા. પોલીસે ચારેયને અટકાવી પૂછપરછ કરતા તેના ફૈઝલ દિલાવરભાઇ ફુલાણી, સતીશ બટુકભાઇ ભાખોદરા, નીઝામ ઇસ્માઇલભાઇ ઠાચરીયા અને હીરેન સુરેશભાઇ બાવળીયા હોવાનુ થોથરાતી જીભે જણાવ્યુ હતું.

ચારેય શખ્સો નશાની હાલતમાં હોય અને મોઢામાંથી કેફી પ્રવાહી પીધાની ખાટી અને તીવ્ર વાસ આવતી હોય જેથી પોલીસે ચારેયની ધરપકડ કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *