ઠેબા ચોકડી પાસે ડમ્પરે કારને અડફેટે લેતા 4ને ઇજા, એક ગંભીર

  જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આજે બપોરે રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી એક અર્ટીગા કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર…

 

જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે આજે બપોરે રેતી ભરેલા એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી એક અર્ટીગા કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અર્ટીગા કારમાં સવાર એક જ સંધી પરિવારના ચાર સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તો જીન્નતબેન, ઝુબેદાબેન, રૂૂબીનાબેન અને એક માસૂમ બાળક અલીફને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ઇજાગ્રસ્ત પૈકી જીન્નતબેનની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સઘન સારવાર માટે આઇ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે પરિવારજનો દ્વારા પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *