સરકારી કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ આશિર્વાદ આપ્યા, કોંગ્રેસને ઠેંગો
દેશમાં પંચાયતથી સંસદ સુધી સત્તા ધરાવતાં પક્ષ ભાજપને વર્ષ 2024-25 દરમિયાન અન્ય પક્ષો કરતાં સૌથી વધુ રૂા.6014 કરોડનું ચૂંટણીફંડ મળ્યું છે અને રાષ્ટ્રીય પાર્ટીઓને ફંડ આપવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે ત્યારે રાજકોટમાંથી પણ ભાજપને રૂા.40 હજારથી માંડી રૂા.76 લાખનું ચૂંટણી ફંડ મળ્યું છે.
એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ દ્વારા અપાયેલા અહેવાલમાં વિવિધ પાર્ટીઓને દેશભરમાંથી વર્ષ 2024-25 દરમિયાન મળેલા ચૂંટણી ફંડના ડેટા જાહેર કર્યા છે જે મુજબ સતાધારી પક્ષ ભાજપને સૌથી વધુ રૂા.6014 કરોડનું ફંડ મળ્યું છે જેમાં 5522 દાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસને 2500 દાતાઓ પાસેથી રૂા.517 કરોડનું ફંડ મળ્યું છે.
રાજકોટમાંથી પણ ભાજપને કુલ 39 દાતાઓએ કુલ રૂા.4 કરોડ 77 લાખ 95 હજાર 784નું ફંડ આપ્યું છે. જો કે કોંગ્રેસને રાજકોટમાંથી કોઈએ દાન આપ્યું નથી. રાજકોટમાંથી ભાજપને દાન આપનારાઓ મોટાભાગે સરકારી કોન્ટ્રાકટરો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી બેકબોન ક્ધસ્ટ્રકશને સૌથી વધુ રૂા.76 લાખનું તથા સૌથી ઓછુ હિંદુસ્તાન ઈલેકટ્રીક કોર્પોરેશને રૂા.40 હજારનું દાન ભાજપને આપ્યું છે. રાજકોટનાં કુલ 39 દાતા ભાજપ ઉપર વરસ્યા છે.
રાજકોટનાં 39 દાતાઓની યાદી
ગુજરાતી નામ રકમ (₹)
બેકબોન ક્ધસ્ટ્રક્શન 76,00,737
ક્લાસિક નેટવર્ક પ્રા. લિ. 70,94,000
હાઈ બોન્ડ ઈન્ફ્રા પ્રા. લિ. 52,45,038
પવન ક્ધસ્ટ્રક્શન કો. 42,85,505
કે.એસ.ડી. ક્ધસ્ટ્રક્શન 32,74,554
આર.કે. ક્ધસ્ટ્રક્શન 30,84,219
વિમી ઈન્ફ્રાટેક પ્રા. લિ. 30,00,000
પેલિમ ઈન્ફ્રા પ્રોજેક્ટ 23,10,000
સિદ્ધનાથ ક્ધસ્ટ્રક્શન 16,33,089
સ્ટર્લિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની 10,00,000
યુનિક બિલ્ડર્સ 9,86,000
એલ.એલ. ઈલેક્ટ્રિકલ્સ 9,84,000
શ્રીજી દેવકોન પ્રા. લિ. 7,55,010
હારેખડ ક્ધસ્ટ્રક્શન 7,53,301
અર્જુન પ્રોજેક્ટ 7,50,000
સલાજી ક્ધસ્ટ્રક્શન 6,25,000
શ્રીજી દેવકોન ઈન્ડિયા પ્રા. લિ. 5,00,000
રાયવૈન્સ ઈન્ફ્રા પ્રા. લિ. 4,71,190
અંબાભાઈ કે. પટેલ 4,09,000
આર.ડી. એન્ટરપ્રાઈઝ 3,50,000
શ્રી એમ.બી. ક્ધસ્ટ્રક્શન 2,66,930
સાયકી એન્ટરપ્રાઈઝ 2,66,500
બોસ એન્ટરપ્રાઈઝ 2,59,000
ભવાની ઈન્ડસ્ટ્રીઝ
ઈન્ડિયા એલ.એલ.પી. 2,50,000
રોલેક્સ રિંગ્સ લિ. 2,50,000
હિંભાઈ છનાભાઈ ચૌહાણ 2,00,000
ક્રિએટિવ ક્ધસ્ટ્રક્શન 1,74,000
પૌરીયા દિમ્પલ જગદીશભાઈ 1,63,700
આર્સન ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1,55,010
સહકારી એસોસિએટ 1,01,277
ધનરાજ ક્ધસ્ટ્રક્શન કો. 1,00,000
મિહિર એન્ટરપ્રાઈઝ 83,500
સોહમ ઈનપેક્સ 75,000
હેક્સિક આર્ટ 71,000
ઠ/જ આશીર્વાદ ક્ધસ્ટ્રક્શન 65,000
પૂજા ક્ધસ્ટ્રક્શન કો. 61,434
ઈનોવેટિવ એન્ટરપ્રાઈઝ 55,000
ક્રોસન્સ કોર્પોરેશન 47,790
હિંદુસ્તાન ઈલેક્ટ્રિક કોર્પોરેશન 40,000
કુલ 4,77,95,789
