38મી લોથ ઢળી, જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ચાલુ વર્ષે કુલ 38 હત્યાની ઘટનાઓ…

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ચાલુ વર્ષે કુલ 38 હત્યાની ઘટનાઓ પોલીસ ચોપડે ચડી ચૂકી છે હત્યાની ઘટનાઓ બંધ થવાનું નામ ન લેતી હોય તેમ ગઇકાલે થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુળપરામાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ 19 વર્ષીય આશાસ્પદ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત નીપજતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, નવા થોરાળાના અવધ પાર્ક વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા મુકેશભાઈ ચાવડાનો 19 વર્ષીય પુત્ર જયેશભાઈ ચાવડા ગત તા. 27 નવેમ્બરની રાત્રે ગોકુળપરા શેરી નં. 4માં આવેલા સિદ્ધાર્થ પાનના ગલ્લે ફાકી લેવા માટે ગયો હતો. ત્યાં તે તેના મિત્રો હિમાંશુ ખીમસુરિયા અને સંજય સાથે ઊભો હતો.આ દરમિયાન આશરે ત્રણ મહિના પહેલાં જયેશ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ધવલ ઉર્ફે ટકો વિજય મકવાણા અને જયવિન નટુભાઈ ગોહેલ એક્ટિવા પર સવાર થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. બંને શખ્સોએ જયેશને જોઈને પોતાનું એક્ટિવા ઊભું રાખ્યું હતું અને જૂના ઝઘડાની અદાવત કાઢી તેની સાથે બોલાચાલી શરૂૂ કરી હતી.

જયેશે આ શખ્સો સાથે બોલાચાલી કરવાની સ્પષ્ટ ના પાડતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જયેશને બેફામ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. ઝપાઝપી દરમિયાન ઉશ્કેરાયેલા ધવલ ઉર્ફે ટકાએ પોતાના નેફામાંથી છરી કાઢી હતી અને જયેશની છાતીના ઉપરના ભાગે તથા ગળાની નીચેના ભાગમાં એક ઊંડો ઘા ઝીંકી દીધો હતો. છરીનો ઘા વાગતા જ જયેશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો, જે જોઈને બંને હુમલાખોરો એક્ટિવા લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

જયેશ પર જીવલેણ હુમલો થયાની જાણ તેના મિત્ર કરણ સરવૈયાએ ફોન કરીને જયેશના પરિવારજનોને કરી હતી. પુત્ર લોહીલુહાણ થયાના સમાચાર મળતા જ પિતા મુકેશભાઈ અને મોટો ભાઈ નિખિલભાઈ તાત્કાલિક ગોકુળપરા દોડી આવ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા જાણ થઈ કે ગંભીર રીતે ઘવાયેલા જયેશને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બીજી તરફ, થોરાળા પોલીસે રાત્રે જ પિતા મુકેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવિન ગોહેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ, છરીનો ઘા અત્યંત ઊંડો અને જીવલેણ હોવાથી સારવાર હેઠળ રહેલા જયેશે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. યુવકના મોતને પગલે પોલીસે હવે આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આધારસ્તંભ છીનવાતા પરિવારમાં શોક
મૃતક જયેશ ચાવડા બે ભાઈ અને એક બહેનના પરિવારમાં વચેટ પુત્ર હતો. તેનો મોટો ભાઈ નિખિલ 21 વર્ષનો અને નાનો ભાઈ હાર્દિક 17 વર્ષનો છે. કુંવારો જયેશ કારખાનામાં મજૂરી કામ કરીને પિતાને પરિવારની આર્થિક જવાબદારીમાં મદદરૂૂપ થતો હતો. આશાસ્પદ યુવાન પુત્રની અકાળે હત્યા થતાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *