જોડિયાના માવ ગામે પશુના વાડામાંથી 38 ઘેટાં બકરાં ચોરાયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એક ભરવાડ ના પશુના વાડામાંથી 32 જેટલા ઘેટા બકરાની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ…

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એક ભરવાડ ના પશુના વાડામાંથી 32 જેટલા ઘેટા બકરાની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ લેવાઈ રહી છે. જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાજેશભાઈ અરજણભાઈ લાંબરીયા નામના 27 વર્ષના ભરવાડ યુવા ને પોતાના વાડામાં રાખવામાં આવેલા 300 જેટલા ઘેટા બકરા પૈકીના 32 જેટલા ઘેટા બકરાની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ફૂલ 2,56,000 ની કિંમતના 32 જેટલા બકરા ચોરી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ જોડિયાના પીએસઆઇ કે.ડી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા છે, ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ની મદદ લેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *