રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 37 ટ્રેન વહેલી અને 22 મોડી દોડાવાશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.આ વખતે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 19 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને ઓપરેશનલ કારણોસર 6 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. આ સમયગાળા દરમિયાન, રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 37 ટ્રેનોનો વહેલો સમય કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 33 મિનિટ સુધી વહેલા પહોંચશે. તેવી જ રીતે, 22 ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 20 મિનિટ સુધી મોડી પહોંચશે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.

પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ કરે છે કે નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે કૃપા કરીને રેલ ઈન્ક્વાયરી 139 અથવા વેબસાઈટ www. wr.indian railways.gov.in તપાસ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *