ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયા

ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ…

ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે.


ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે ડસ્ટર કારને અટકાવવામાં અવાી હતી. જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી હોય પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને પુછતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. જો કે પોલીસે કારના પાછળના બોનેટમાં તપાસ કરતા ચોરખાનું બનાવીને છુપાવેલ 363 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂા. 54,500ની કિંમતના દારૂ સહિત બે લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢના જાહંગીર અમિન શેખ, આનંદ છગન સરવૈયા અને નરેશ હિરાભાઈ નાગદેવની ધરપકડ કરવામાં આવી હતી.


ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.પી. રાવ સાથે પીએસઆઈ આર.આર. સોલંકી તેમજ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ વાળા,રૂપકભાઈ બોહરા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાંધલ, સંજયભાઈ મકવાણા અને રાજેન્દ્રસિંહ ગોહિલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *